ઘણા ઉતાર-ચઢાવ અને વારંવાર ખિતાબ ચૂકી જવા બાદ આખરે 18 વર્ષની સખત મહેનત બાદ વિરાટ કોહલીએ આખરે પહેલી વાર આઈપીએલનો ખિતાબ જીત્યો. ચેમ્પિયન બનીને, આરસીબીએ આઈપીએલની ચમકતી ટ્રોફી પર કબજો કર્યો. 3 જુને IPL 2025ની ફાઈનલ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને છ રનથી હરાવી દીધું. આઈપીએલની ફાઈનલ મેચ દરમિયાન ટીમના ચાહકો પણ પોતપોતાના શ્વાસ રોકીને ટીમના જીતવાની રાહ જોઈ રહ્યા હતા. RCBએ IPL 2025નો ખિતાબ જીત્યા પછી ટીમના ચાહકોએ પોતપોતાની રીતે જીતની ઉજવણી કરી હતી.
મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાહકો પોતાની ટીમને ચીયર કરતાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ મેચને લઈને ક્રેઝ જોવા મળ્યો. આ દરમિયાન ફાઈનલ મેચ વખતનો એક એવો વીડિયો સામે આવ્યો છે કે જેમાં દેખાઈ રહ્યું છે કે એક લગ્નનો માહોલ છે. પણ લગ્ન અટકાવીને મોટી સ્ક્રીન પર મેચ જોવાઈ રહી છે. લગ્નમાં હાજરી આપવા માટે આવેલા મહેમાનો પણ મેચ જોઈ રહ્યા છે. આટલું જ નહીં, વીડિયોમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે પરણવા બેસેલો વરરાજા પણ થોડી વાર માટે લગ્નની બધી જ વિધિઓ અટકાવીને મેચ જોવા બેસી ગયા છે. અને જેવી RCBએ મેચ જીતી બધા જ ખુશીથી ઉછળી પડ્યા હતા.
View this post on Instagram
હાલ વીડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ રોમાંચક ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 17 વર્ષ બાદ જીત થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025નો ખિતાબ જીત્યો છે. 18 વર્ષની રાહનો અંત આવ્યો છે. આખરે વિરાટ કોહલી પણ ચેમ્પિયન બન્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં RCB એ પંજાબને છ રનથી હરાવ્યું હતું.