બોલીવુડમાં #Meetoo અભિયાન ચાલુ કરનારી તનુશ્રી દતા બાદ ઘણી એક્ટ્રેસે તેની આપવીતી જણાવી ચુકી છે. થોડા દીવસ પહેલા ઝરીન ખાન, નોરા ફતેહી અને સુરવીન ચાવલાએ કાસ્ટિંગ કાઉચને લઈને ચોંકાવનારા ખુલાસો કર્યો હતો.
ત્યાર આ લિસ્ટમાં બિગ બોસની એક્સ કન્ટેસ્ટનટ એલી અબરામનું નામ પણ જોડાઈ ગયું છે. એલીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં દિવસોમાં કેવી રીતે તેની સાથે વર્તન થયું હતું.
એક ઇન્ટરવ્યૂમાં એલીએ જણાવ્યું હતું કે, તે તેના સંઘર્ષના દિવસોમાં તે ડાયરેક્ટરને મળવા જતી હતી ત્યારે તે અજીબ રીતે હાથ મિલાવતા હતા. જયારે તેને તેની દોસ્ત પાસેથી આ વાતનું કારણ જાણવા મળ્યું ત્યારે તે હેરાન થઇ ગઈ હતી.
એલીએ જણાવ્યું હતું કે, હું બે ડાયરેક્ટર્સને મળી હતી, જેમાંથી એકે મને હાથ મિલાવતી વખતે મારી હથેળી પર આંગળીથી સ્ક્રેચ કરી લીધો હતો. મેં મારી દોસ્તને આનું કારણ પૂછ્યું તો તેને સાંભળીને હું હેરાન થઇ ગઈ હતી. ત્યારબાદ તેને કહ્યું હતું કે, આ કરવાનો પાછળનો મતલબ હતો કે ડાયરેક્ટર મારી સાથે સુવા માંગતો હતો.
એલીએ કહ્યું હતું કે, મને વજન ઓછું કરવા માટે પણ ક્યુ હતું સાથે જ માર હાઈટ ઓછી હોવાને કારણે અને મારા દાંતને લઈને પણ કહ્યું હતું. એક યુવતીએ મને કહ્યું હતું કે, હું એક્ટરના બની શકું કારણકે મારી હાઈટ ઓછી છે. મેં તે સમયે ઇગ્નોર કર્યું હતું. ઇન્ડિયામાં રહ્યાં બાદ 2 જ મહિના મને લાગ્યું કે હું આ નહિ કરી શકું.
થોડા દીવસ બાદ પહેલા સુરવીન ચાવલાએ તેની અંગત જિંદગીને લઈને તેના સારા અને ખરાબ અનુભવો શેર કર્યા હતા. આ દરમિયાન સુરવીન ચાવલાએ કહ્યું હતું કે, હું 1 કે 2 વાર નહીં પરંતુ 5 વાર કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છું.
એલીએ મનીષ પોલ સાથે ફિલ્મ ‘મીકકી વાયરસ’ અને ‘કિસ કિસ કો પ્યાર કરું’ જેવી ફિલ્મોમાં નજરે આવી ચુકી છે.