દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ

હાથી દાદા પણ છે ચાના શોખીન, જુઓ વીડિયોમાં ખાસ રેસ્ટોરન્ટની લેવા જાય છે ચાની ચુસ્કી

માણસો તો વસ્તુઓના શોખીન હોય છે જે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે માણસને કોઈ વસ્તુનો ચસ્કો લાગી જાય તો એ તે તેની ઈચ્છા મુજબ કરી શકે છે, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે હાથીને પણ કોઈ વાતનો ચસ્કો હોય? આપણે નારિયેળ ખાતા હાથી તો ઘણા જોયા હશે પરંતુ ચાની ચુસ્કી માણતા હાથીને આપણે નહિ જોયો હોય.

Image Source

આજે તમને એવા જ એક હાથી દાદાનો વિડીયો બતાવીશું જે ચાની ચુસ્કી માણવાના શોખીન છે. અને એ પણ એક ખાસ રેસ્ટોરન્ટની જ ચુસ્કી આ હાથી દાદા માણે છે. આ દુનિયામાં ચાના રસિયા માણસો તો ઘણા છે જેમને સવારે ઉઠતાની સાથે ચા જોઈએ, અને ચા ના મળે તો પણ દિવસ તેમનો બેકાર જાય, પણ એક હાથીને પણ ચાનો ચસ્કો લાગી ગયો છે અને રોજ તે એક રેસ્ટોરન્ટ પાસે ચા પીને જ આગળ વધે છે.

Image Source

આ ગજરાજ છે રતલામના જે સવાર થતા જ રતલામના બજારમાં આવેલી એક દુકાન ઉપર પહોંચી જાય છે અને ત્યાં જઈને ચા પીવે છે. જો તેમને ચા ના આપવામાં આવે તો તે ત્યાંજ બેસી પણ જાય છે. પરંતુ ચા પીને જ તેઓ આગળ વધે છે.

Image Source

દુકાનદાર પણ ગજરાજની આદતથી જાણીતો બની ગયો છે અને એટલે જ જયારે ગજરાજ દુકાનની બહાર આવે ત્યારે દુકાનદાર ચા બનાવીને પોતાના હાથે જ ગજરાજને પીવડાવે છે અને ગણપતિબાપાનું રૂપ માનીને આશીર્વાદ પણ લે છે. રતલામના મોદી ચારરસ્તા ઉપર તમને આ દૃશ્ય જોવા મળશે.

Image Source

બીજી એક ખાસ વાત એ પણ છે કે ગજરાજને બીજી કોઈ દુકાનની ચા ફાવતી નથી, બીજા દુકાનદાર જયારે ગજરાજને ચા પીવડાવવા જાય છે ત્યારે ગજરાજ ચાને સૂંઘીને જ આગળ વધે છે. માત્ર એક જ દુકાનની ચાની લત તેમને લાગી છે. તમે પણ જુઓ નીચે વીડિયોમાં…

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.