લેખકની કલમે

એક પિતાની કિંમત – આજે આ આર્ટીકલ વાંચી તમને તમારા પિતા યાદ આવી જશે !!!

દુનિયામાં સાથે હોય તો બધુજ, સાથે ના હોય અને હજારો સંબંધ હોવા છતાં ખૂટે એ પાત્ર એટલે પિતા,
બાળપણ માં સાઇકલ માં બેસાડીને આખા ગામમાં ફેરવે અને તમારા ચેહરા ઉપર મુસ્કાન લાવતું પાત્ર એટલે પિતા,
પપ્પા મારે તે જોઈએ છે ઓલું જોઈએ છે,અને ખીચા માં હાથે નાખે તો ખાલી સો રૂપિયા હોય છતાં તમારી ખુશી માટે લાવી આપે એ પાત્ર એટલે પિતા,

ચાલતા નહતું આવડતું ત્યારે ખંભે બેસાડી દુનિયા દેખાડે એ પાત્ર એટલે પિતા,

સાઇકલ શીખતી વખતે આપણે પડી ના જઇએ તે માટે પાછળથી પકડેલો મજબૂત હાથ એ પાત્ર એટલે પિતા,
જ્યારે એની સામે ઊંચા અવાજમાં વાત કરીએ અને ગાલ ઉપર લાફો મારે એ શીખવવા કે દુનિયામાં આવી રીતે રહીશ તો ફેંકાઈ જઈશ એ હાથ ઉપાડતું પાત્ર એટલે પિતા,

સ્કુલ માંથી છૂટીએ ત્યારે ગેટ ઉપર આપણી રાહ જોતું પાત્ર એટલે પિતા,
પિતાનું ફાટેલું ગંજી જોઈ કહીએ છે કે આવું ફાટેલું ગંજી શુ પહેરો છો?
પણ ધ્યાનથી જોશો તો એ જ કાણાઓ માં આપણુ બાયોસ્કોપ દેખાશે. પોતે ફાટેલું ગંજી પહેરી આપણા શરીર ઉપર કરચલી વગર ના કપડાં પહેરવા મળે એ પાત્ર એટલે પિતા,

કદાચ આપણે આ બ્રહ્માંડ ની વસ્તીગણત્રી કરવા નીકળીએ તો ખાલી એક જ વ્યક્તિ માં આખું universe આવી જાય એ પાત્ર એટલે પિતા,

જ્યારે કોઈ મુસીબત કે દુઃખ આવે ત્યારે માથે હાથ મૂકીને કહે ચિંતા ના કર હું છું ને એ પાત્ર એટલે પિતા,
કદાચ દુનિયામાં કોઈ દિવસ ભગવાન જોવા મળે કે ના મળે પણ સવારે જ્યારે આંખ ખોલીએ અને સામે જીવતા જાગતા ભગવાન જોવા મળે એ પાત્ર એટલે પિતા,

આપણે તો બસ એને આપણા નામ માં જોડી ને ભૂલી ગયા પણ ગઢપણ ના સમયે પણ આપણે રાતે મોડા થયે અને આપણી ચિંતામાં જેનો હિંચકો ચાલતો રહે એ પાત્ર એટલે પિતા.

Author: ધવલ શીલું (GujjuRocks Team)
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.