લેખકની કલમે

એક અજાણી અમૂલ્ય ગિફ્ટ – જન્મદિવસના દિવસે મળે છે જીવનના અંતિમ સમય સુધી સાથ આપે એવો સાથી… વાંચો સ્ટોરી

25 જાન્યુઆરી: રાત્રે 11 વાગે છેલ્લી 10 મિનિટ થી કેવિન નું મન વિચારો ના વાવાજોડા માં ફસાયેલું હતું.આમ તો કેવિન નો આજ નો દિવસ ભુલાઈ નહિ એવો જ હતો.. કેમ કે આજે તેનો બર્થડે હતો. 24 જાન્યુઆરી ના રાત્રે 12 વાગ્યા થી જ મોબાઈલ માં સતત બર્થડે વિષ નો ઢગલો હતો…રાત્રે 12 વાગે મિત્રો સાથે બર્થડે સેલિબ્રેટ કરી ને એવું વિચારતા સુઈ ગયો કે આવતી કાલ નો દિવસ પણ દરેક બર્થડે ની જેમ ખુશી ઓ થી ભરપૂર રહેશે. અને ખરેખર 25 જાન્યુઆરી નો દિવસ પણ એવો જ રહ્યો. બીજા મિત્રો સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો. ઘરે આવી ને ફેમીલી સાથે સેલિબ્રેટ કર્યો.

થાકી ને રાત્રે પથારી માં પડ્યો પડ્યો વિચારતો હતો કે લાઈફ નું વધુ એક સફળ વર્ષ પસાર થયું.રાત્રે 11 વાગે હજુ સુવા જતો હતો ત્યાં મોબાઈલ માં નોટિફિકેશન આવી. જોયું તો ઇન્સ્ટાગ્રામ માં મેસેજ હતો.વિચાર્યું કે કોઈએ વિશ કરવા જ મેસેજ કર્યો હશે પણ જ્યારે એને નામ સામે જોયું તો વિચારો માં ઘેરાઈ ગયો.

સ્ક્રીન પર નામ હતું Dharti Patel.

થેન્ક યુ કહી ને તરત જ વળતો મેસેજ કર્યો, “તું મને ઓળખે છે..?”

“ના..” સામે થી રીપ્લાય આવ્યો. કેવિન ને ભારે કુતુહલ થયું, આ વળી કોણ !!? ફટાફટ પાછો એને બીજો સવાલ પૂછ્યો, ” તો મને વિશ કેમ કર્યું?” “તારા ઇન્સ્ટાગ્રામ માં તારા બર્થડે ની સ્ટોરી જોઈ એટલે થયું લાવ ને જરા વિશ કરી દઉં ભલે ને બીચારો ખુશ થતો.. હા.. હા.. હા…” ધરતી એ રમૂજ સાથે કીધું.

કેવિન ની કન્ફ્યુઝન એટલે વધતી હતી કે એને યાદ જ નહોતું આવતું કે એને ધરતી ને ઇન્સ્ટાગ્રામ પર ક્યારે ફોલ્લોવ કરી અને ક્યારે ધરતી એ તેને ફોલ્લોવ કર્યો.

કઈ નઈ છોડો જે હોય એ, વાત તો કરીએ આગળ આવું વિચારી ને એને વાત કરવાનું શરૂ કર્યું…!

કહેવાય છે ને કે જ્યારે કોઈ હાથ અને સાથ બન્ને છોડી દે ત્યારે ભગવાન કોઈ આંગળી પકડવા વાળું મોકલી દે છે, ખબર નઈ કેમ; પણ કેવિન ને અત્યારે એવું જ કૈક લાગતું હતું.
સામે છેડે ધરતી ને પણ એવું જ લાગતું હતું કે આ વ્યક્તિ ને એ ઘણા સમય થી ઓળખે છે..

સ્વભાવ ની વાત કરીએ તો;

કેવિન એટલે એક શાંત સ્વભાવ નો શરમાળ પ્રકૃતિ નો માણસ. ક્યારેય ઊંચા અવાજ થી કોઈ સાથે વાત ન કરે. મોડર્ન યુગ નો કોઈ ઋષિ કહી શકાય. પણ હા એના માં કંઈક તો એવી વાત હતી જ લોકો ને એના તરફ ખેંચતી હતી.

અને સામે ધરતી એટલે એકદમ ઓપન વિચારો વાળી બિન્દાસ સ્વભાવ ની છોકરી. એકદમ વાતોડી કહી શકાય… કારણ કે એની પાસે વાતો નો ખજાનો ખૂટે જ નહીં…!

કેવિન ના મગજ માં વિચારો નો વરસાદ થતો હોય પણ હોઠ પર તો શબ્દો ની તંગી જ હોય. એ કેટલું બધું વિચારતો હોય પણ શું બોલવું એ જ ના સમજાય. અને ધરતી દરેક વાત એટલી ઝીણવટ થી કહે કે ઝેર આપે તો પણ મીઠું લાગે..

કેમેસ્ટ્રી પણ કહે છે કે બે અલગ અલગ પ્રકૃતિ વાળા રસાયન મિક્સ કરો એટલે ધમાકો થાય. પણ આ તો ઉપરવાળા નું વિજ્ઞાન હતું, આમ લોજિક નહિ ; મેજીક હોય…! બન્ને એ શરૂઆત નોર્મલ વાતો થી જ કરી. કેવિને શરૂઆત માં જ કહી દીધું કે પોતે થોડો બોરીન્ગ ટાઈપ નો માણસ છે, આ વાત એ વાતોડી ધરતી ની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું…

વાતો વાતો માં ક્યારે ધરતી ની આંખ મીંચાઇ ગઈ એ એને ખ્યાલ ના રહ્યો. કેવિને મોબાઈલ ની વોચ માં જોયું, રાત્રી ના 2 વાગી ગયા હતા.. ત્યારે કેવિન ને ભાન થયું કે તે સતત 3 કલાક થી વાતો કરતો હતો..બીજે દિવસે સવારે ઉઠી ને સીધું ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું. મોર્નિંગ વિશ જોઈ.. ખબર નઈ પણ આ પહેલા મોર્નિંગ વિશ ક્યારેય આટલું આહલાદક લાગી નહોતી..

આજે પણ આખો દિવસ બન્ને એ બસ ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરે રાખ્યા.
એકબીજા ની પસંદ-નાપસંદ, ફેમિલી, સ્ટડી, લાઈફ ગોલ્સ, ફ્રેન્ડ્સ, સ્કૂલ લાઈફ, કૉલેજ લાઈફ, બધા જ ટોપિક પર વાત કરી.

હવે ધીમે ધીમે ધરતી ને લાગતું હતું કે કેવિન બોરિંગ નહિ પણ બહુ ઈન્ટરેસ્ટિંગ છે. એની વાત કરવાની રીત, દરેક વાત માં થોડી ઘણી મઝાક કરવાની આદત, અમુક વાત માં થોડી જિદ કરવાની ટેવ ધરતી ને સારી લાગતી હતી.
સૌથી વધુ ધરતી ને કોઈ વાત એ ખેંચી રાખી હોય તો એ હતી કેવિન ને સચ્ચાઈ. કેવિન દરેક વાત સાચી રીતે ખચકાયા વગર ધરતી સામે રજૂ કરતો; અને ધરતીને આ ગમતું. પોતે ક્યારે કેવિન ની કેર કરતી થઇ ગઇ એ ભાન જ ના રહ્યું. એ કેવિન વિશે જેટલું ઓછું વિચારે એટલી જ ઊંડે ઉતરતી જતી હતી. થોડો ટાઈમ કેવિન નો રીપ્લાય ના આવે તો 2-4 વાર સ્ક્રીન લોક ખોલી ને બન્ધ કરી દેતી. 2 દિવસ માં તો વેલો ઝાડ ને ભરડો મારે એમ કેવિન ના વિચારો એ ધરતી ના મન પર શાસન જમાવ્યું હતું.

સામે કેવિન ની હાલત પણ કાંઈ અલગ નહોતી. પહેલી વાર એ આટલો જલ્દી કોઈ ની નજીક આવતો હતો. એને સમજાતું નહોતું આ શું થાય છે એ ; પણ બસ જે થતું હતું એમાં તેને મઝા આવતી હતી, બસ ખુશી મળતી હતી. ધરતી ની નાની વાતો માં કેર કરવાની આદત કેવિન ને ગમતી. સવાર નો નાસ્તો કરવા માટે તેનું ખિજાવું કેવિન ને મીઠું લાગતું હતું. અમાસ ની રાત્રે પથિક જંગલ માં રસ્તો ભુલે એમ કેવિન ધરતી માં ખોવાતો જતો હતો.
એને પ્રેમ ના અહેસાસ ની તો નહોતી ખબર, પણ એ એટલુ તો નક્કી હતું કે ગમે તેવો હોય આના કરતા ખુશનુમા તો નહીં જ હોય.

એ રાત્રે પણ ધરતી ની આંખ મીંચાઈ ગઈ.વોલ ક્લોક 2:15 a.m. નો ટાઈમ બતાવતી હતી.બીજે દિવસે સવારે પણ આગળ ની જેમ જ… હવે વાતો કરવી , મસ્તી કરવી, લડી ઝઘડી ને પાછા તરત સોરી કહેવુ, એકબીજા ને ચિડાવવા, એકબીજા ની કેર કરવી આ બધું તો જાણે રૂટીન થઈ ગયું. આ 3 રાત્રી 3 દિવસ માં તો બન્ને એકબીજા ની એટલા નજીક આવી ગયા કે જાણે બન્ને જાને વર્ષો થી એકબીજા ને ઓળખતા હોય એમ લાગતું હતું. જાણે આગળ ની લેણાદેણી ચૂકતે કરતા હોય..!

પણ,

આજ ની રાત્રી નું વાતાવરણ કંઈક અલગ હતું. ક્લોક 3:00 a.m. નો ટાઈમ બતાવતી હતી તો પણ બન્ને ને ઊંઘ આવતી નહોતી. શિયાળા ની ઠંડી માં બન્ને એકબીજા ને વાતો થી હૂંફ આપતા હતા. વાત કરતા કરતા 4 વાગી ગયા…

અચાનક કેવિન એ કંઈક વિચાર્યું;
મોબાઈલ ની ગેલેરી માં જઈ ને ધરતી ને એક ફોટો સેન્ડ કર્યો…

ફોટા પર લખ્યું હતું,”Can we just hold hand forever..?”

કેવિન આગળ કઈ વિચારે એ પહેલા મેસેજ નોટિફિકેશન આવી..
મેસેજ ખોલી ને જોયું તો લખ્યું હતું,” Yess.. whenever you hold it, I’ll make sure that its till last breath…!!”

2 ઘડી કેવિન મોબાઈલ સામે જોતો રહ્યો.

કેવિન ને મળેલી આ અજાણી અમૂલ્ય ગિફ્ટ ને જોઇ ને બારી બહાર પવન માં લહેરાતા રાતરાણી ના ફૂલો પણ શરમાઈ ગયા…!😊

– નિકુંજ પોકિયા ‘જોકર’ 😊

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.