ભારતમાં સફળતાપૂર્વક એલઈડી બલ્બના વેચાણ બાદ હવે સાર્વજનિક કંપની એનર્જી એફિશિયન્ટ સર્વિસીસ લિમિટેડ (EESL)એ સોમવારે દિલ્હીમાં સુપર એફિશિયન્ટ એર કંડિશનર લોન્ચ કર્યા છે. આ એસીની કિંમત જીએસટી સાથે 41,300 રૂપિયા છે. કંપનીએ કરેલા દાવા અનુસાર, 1.5 ટનના સ્પ્લિટ એસીનું રેટિંગ 5.4 છે, જે આ એસીને BEE 5 સ્ટાર રેટેડ એસી કરતા 20% વધુ એફિશિયન્ટ છે.
EESLના મેનેજીંગ ડિરેક્ટર સૌરભ કુમારના જણાવ્યા અનુસાર, EESL 1.5 ટનના ઇન્વર્ટર એસીનું વેચાણ શરુ કર્યું છે, જેની કિંમત 41,300 રૂપિયા છે. જેમાં જીએસટી અને પરિવહનનો ચાર્જ પણ સામેલ છે. તેમના જણાવ્યા અનુસાર, પહેલા તબક્કામાં દિલ્હીમાં BSES રાજધાની પાવર લિમિટેડ (BRPL), BSES યમુના પાવર લિમિટેડ (BYPL) અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યુશન લિમિટેડ (Tata Power-DDL)ના ગ્રાહકો માટે 50,000 એસી વહેલા તે પહેલાના ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ એસી EESLની અધિકૃત વેબસાઈટ https://eeslmart.in/ પરથી ખરીદી શકાશે. અહીં ઓર્ડર કરવાની સાથે સાથે ઓનલાઇન પે પણ કરી શકાશે. આ એસી ગ્રાહકને 72 કલાકની અંદર તેમના ઘરે આવીને લગાવી આપવામાં આવશે. એસી ઓનલાઇન ઓર્ડર કરવા માટે ગ્રાહકોએ વેબસાઈટ પર રજીસ્ટર કરાવવું પડશે, જેમાં ગ્રાહકનો પીનકોડ નંબર, અને નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ અને છેલ્લે આવેલું વીજળીનું બિલ પણ આપવું પડશે.
EESL ગ્રાહકો માટે ફરિયાદનો ઉકેલ લાવવા માટેની સિસ્ટમ સહીત બાયબેક ઓપ્શન, કેટલીક સિલેક્ટેડ બેન્ક દ્વારા આકર્ષક EMI ઓફરનો વિકલ્પ પણ આપશે. પહેલા તબક્કામાં એસીની માંગ જોઈને EESL બીજા તબક્કાની તૈયારી કરશે.

આ 5.4 સ્ટાર રેટિંગનું એસી લોકોને વાર્ષિક 600 યુનિટ વીજળીની બચત કરવામાં મદદ કરશે. જેની સરખામણીમાં બજારમાં હાજર 5 સ્ટાર રેટિંગવાળા એસીની કિંમત 50,000 સુપિયા સુધી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks