ખબર

કોરોના અને તીડની તબાહી પછી હવે આ વાયરસે દીધી દસ્તક, અત્યાર સુધીમાં 5 લોકો મર્યા- જાણો વિગત

કોરોના વાયરસનો ખતરો આખી દુનિયામાં ફેલાયેલો છે અને  હજુ સુધી આ વાયરસનું કોઈ નિદાન મળ્યું નથી, લાખો લોકો તેનાથી સંક્રમિત થયા છે અને હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવી બેઠા છે ત્યારે એક નવા વાયરસે હવે પોતાનું માથું ઊંચક્યું છે અને તેના કારણે 5 લોકોના જીવ પણ ચાલ્યા ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન દ્વારા આ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે.

Image Source

મળતી માહિતી અનુસાર કાંગોના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા સોમવારે કહેવામાં આવ્યું છે કે પશ્ચિમી શહેર મબંડાકામાં ઇબોલા વાયરસ ના નવા ઘણા મામલા સામે આવ્યા છે. જેમાં 5 મરીજોના મૃત્યુ પણ થઇ ગયા છે. વર્ષ 2018 બાદ બીજીવાર કાંગોમાં ઇબોલા વાયરસના નવા મામલા સામે આવ્યા છે.

Image Source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડરો સે કહ્યું છે કે કોંગોના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વાયરસની માહિતી મળી છે. તેમના જણાવ્યા અનુસાર કોંગોના આ શહેરમાંકોરોના વાયરસનો અત્યારસુધી એક પણ મામલો સામે નથી આવ્યો પરંતુ કોંગોમાં ઇબોલાના નવા મામલા સામે આવ્યા છે. સમગ્ર કોંગોમાં અત્યાર સુધી કોરોના વાયરસના 3000 નવા મામલા સામે આવી ગયા છે. જો કે તેમના જણાવ્યા નાસૂર ઇબોલા અને કોરોનાને એકબીજા સાથે કોઈ સંબંધ નથી.

કોંગોમાં પહેલાથી જ ભૂખમરી, તીડનાં આક્રમણ અને કોરોના વચ્ચે હવે ઇબોલાએ પણ માથું ઊંચક્યું છે ત્યારે કોંગો માટે એક નવી મુસીબત માથા ઉપર આવીને ઉભી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.