જાણવા જેવું

બહાર ડ્રાય ક્લીન કરાવવાની નહીં પડે જરૂર, ઘરે જ કપડાને કરો આ રીતે સાફ

કપડા ડ્રાય ક્લીન કરાવવા એ એક ઘણું મોંઘુ કામ છે. કોઈ તહેવાર કે પ્રસંગ પછી મોંઘા કપડા આપણે ઘરે ધોવાની બદલે ડ્રાય ક્લીન કરવા આપતા હોઈએ છીએ. એ સમયે ડ્રાયક્લીન કરાવવા આપણે ખાસ્સી એવી કિંમત ચુકવતા હોઈએ છીએ. અથવા તો કોઈ વખત કપડામાં કોઈ ખાવાની વસ્તુનો ધબ્બો પડી જાય કે તેલ કે સિંદૂર જેવી વસ્તુ કપડામાં લાગી જાય એ સમયે આપણે એ કપડા ડ્રાય ક્લીન કરાવવા આપતા હોઈએ છીએ.

image source

ઘણી વખત ડ્રાય ક્લીનનો મતલબ ફક્ત એ જ થાય છે કે કપડાને પાણી અથવા તો હાર્ડ ડિટર્જન્ટથી બચાવી શકીએ. પણ આવા કપડાને ડ્રાય ક્લીન કરાવવાની બદલે ઘરમાં આરામથી આપણે સાફ કરી શકીએ છીએ.

જો તમે પણ ઘરે ડ્રાય ક્લીન કરવાનું વિચારી રહ્યા છો તો સૌપ્રથમ તમારા એ કપડા ભેગા કરો જેને તને ડ્રાય ક્લીન કરવા માંગો છો. ક્યા કપડાને પાણીથી ધોઈ શકો છો, ક્યા કાપડમાં તમે ડિટર્જન્ટ વાપરી શકો છો અથવાતો ક્યા કપડા તમે ઘરમાં જાતે સાફ કરી શકશો અને ક્યા નહીં? એ બધા કપડા અલગ તારવ્યા પછી ડ્રાય ક્લીન માટેના કપડાં તમે અલગ કાઢી શકો છો.

image source

ભલે વોશિંગ મશીનમાં કપડા ધોતા હોઉં પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ડ્રાય ક્લીન કરવાના કપડા ક્યારેય વોશિંગ મશીનમાં નાખવા જોઈએ નહીં.

ઘણી વખત આપણે સમજી નથી શકતા કે ક્યા કપડાને આપણે ઘરે જાતે ધોવાની બદલે ડ્રાય ક્લીન કરાવવા જોઈએ. તો તેની માટે તમારે તમારા કપડામાં પાછળના ગળાના ભાગમાં લાગેલ લેબલ જોવું જોઈએ. જો તે લેબલમાં ‘dry-clean-only’ લખ્યું છે તો એને ક્યારેય ઘરમાં ધોવા જોઈએ નહીં. સ્લિક સાડી, પોલીસ્ટર, કોટન, લિનન, ઉનના કપડા, સ્વેટર, ટાફેટા ફેબ્રિક જેવા કપડાને તમે સહેલાઇથી ઘરે ધોઈ શકો છો. પણ એવા કપડા જેમાં હેવી એમ્બ્રોઇડરી હોય અથવા તો ફર અને ફેધર કપડા જેવાને ડ્રાય ક્લીન જ કરવા જોઈએ.

image source

જો હજુ થોડું કન્ફ્યુઝન હોય તો જે-તે કપડાને કોઈ બીજા કોટનના કપડાની મદદથી એક જગ્યા પર થોડું પાણી અને થોડું ડિટર્જન્ટ લગાવીએ જુઓ. જો ડિટર્જન્ટ તમને નજર ન આવે અથવાતો કપડામાં એ જગ્યા પર ડેમેજ જેવું નજર આવવા લાગે તો તમે એ કપડાને ઘરે ધોઈ શકતા નથી.

ઘરે જ કેવી રીતે થઇ શકે ડ્રાય ક્લીન
ડ્રાય ક્લીન કરવાના કપડાં ક્યારેય વોશિંગ મશીનમાં સાફ કરવા નાખવા જોઈએ નહીં.ઘરે જ ડ્રાય ક્લીન કરવા થોડા સહેલા સ્ટેપને તમારે ફોલો કરવા પડશે.
1.ડ્રાય ક્લીન કરવાવાળા કપડાને ઠંડા પાણીમાં અડધી કલાક સુધી પલાળી રાખવા જોઈએ. ડ્રાય ક્લીન કરવા માટે ક્યારેય ગરમ પાણી ન વાપરવું જોઈએ.

2.સામાન્ય ડિટર્જન્ટથી ડ્રાય ક્લીન નહીં થઇ શકે તેના માટે તમારે માઈલ્ડ ડિટર્જન્ટ જેવા કે Easy wash જેવા બીજા કોઈ પણ ડિટર્જન્ટ વાપરવા જોઈએ. તમે ડ્રાય ક્લીન કરવા માટે માઈલ્ડ શેમ્પુ પણ વાપરી શકો છો. તમને માનવામાં નહીં આવે પણ વાળમાટેનું બેસ્ટ શેમ્પુ તમારા ડ્રાય ક્લીન કરવાના કપડાને સહેલાઈથી સાફ કરી શકે છે.

image source

3.અડધી કલાક બાદ તમારા કપડાને ધીરેથી બહાર કાઢો અને જ્યાં ધબ્બો પડી ગયો છે તેને આંગળી વડે સાફ કરો. કોઈ પણ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો એ ધબ્બો નથી સાફ થઇ રહ્યો તો તમે થોડું માઈલ્ડ ડિટર્જન્ટ લો અને ટુથબ્રશ વડે તેના પર લગાવી થોડું ઘસો.

4.ત્યાર બાદ ફરી તેને પાણીમાં ડુબોળી અને હવામાં સુકવી દો. યાદ રાખજો કે આવા કપડાને સૂકવવા ક્યારેય ડ્રાયરનો ઉપયોગ કરવો જોઈએ નહીં.આ રીતના ઉપયોગથી સામાન્ય ધબ્બા આરામથી નીકળી જાય છે.

નોંધ- એક વાતનું ધ્યાન રાખજો કે ઘરે ડ્રાય ક્લીન કરવાની રીત ક્યારેય પ્રોફેશનલ ડ્રાય ક્લિનિંગને રિપ્લેસ કરી શકતી નથી. જો કપડા વધુ પડતા ગંદા ન થયા હોય અને વધુ વખત ડ્રાય ક્લિનિંગમાં ન આપવા હોય તો તમે ઘરે આ રીતે ડ્રાય ક્લીન કરીને કપડાં સાફ કરી શકો છો.

image source

જો કપડામાં વધુ પડતો ધબ્બો પડી ગયો છે તો તમે હોમ ડ્રાય ક્લિનીંગ કીટનો ઉપયોગ પણ કરી શકો છો. આ કીટ બજારમાં સહેલાઈથી મળી જશે. આવી કીટમાં એક કેમિકલ આવે છે જેને ફક્ત કપડામાં લાગેલ ધબ્બા પર લગાવવામાં આવે છે.

તમે આવા કપડા સોલ્ટ સ્ક્રબથી પણ સાફ કરી શકો છો. જો તમે આવા કપડામાંથી રિવમુવરની મદદથી ધબ્બો હટાવી દીધો છે તો એ કપડામાં એક રૂમાલની મદદથી સોલ્ટ સ્ક્રબ કરો. સ્ક્રબ થઇ ગયા બાદ તેને અલગ પાણીથી સાફ કરી લો. ધ્યાન રાખજો કે આ રીત ક્યારેય ઊનના કપડામાં વાપરવી જોઈએ નહીં.

image source

આ બધી રીત આછા ધબ્બામાં કામ આવે છે. પણ તમે ખુબ ગંદા કપડામાં આનો ઉપયોગ કરશો તો એ સાફ નહીં થાય. જે કપડાં થોડા મેલા હશે તે આ રીતોથી તુરંત સાફ થઇ જશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.