શું તમે પણ મજબૂત અને લાંબા વાળ માટે સ્ટ્રગલ કરી રહ્યા છો ? તો બસ અપનાવો આ 4 ઇઝી ટિપ્સ

હવે લાંબા અને મજબૂત વાળ માટે નહીં કરવો પડે વધારે ખર્ચ, આ 4 ઇઝી ટિપ્સથી વાળ બનશે મજબૂત અને લાંબા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

આજના સમયમાં બદલાતી લાઇફસ્ટાઇલની બોડી પર ખરાબ અસર પડી શકે છે. આ સ્વાસ્થ્ય સાથે સાથે સ્કિન અને વાળ પર પણ અસર કરે છે. ખોટુ ડાયટ ફોલો કરવાથી અને કેમિકલ બેસ્ડ પ્રોડક્ટ્સના ઉપયોગથી વાળ કમજોર થઇ શકે છે અને વાળ જલ્દી ખરવા પર લાગે છે. ત્યારે વાળને જડથી મજબૂત બનાવવા માટે યોગ્ય પોષણની જરૂર પડે છે. વાળ માટે જે જરૂરી પોષકતત્વ છે તે છે કેરાટિન.. ત્યારે હાલમાં જ ન્યૂરોલોજિસ્ટ ડો.પ્રિયંકા શેરાવતે વાળ માટે કેરાટિન કેમ જરૂરી છે અને ડાયટમાં શું સામેલ કરી શકાય જેનાથી વાળ મજબૂત અને લાંબા થાય તેમજ કેરાટિનની આપૂર્તિ કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતી આપી છે.

​કેરાટિનથી ભરપૂર વિટામિન A અને C
તમારે ડાયટમાં પાલક, ગાજર, શક્કરિયા સામેલ કરવા, અને વિટામિન સી કે જે વાળ અને ત્વચા માટે જરૂરી છે. તેના સેવનથી વાળના ઉપરના પડને પોષણ મળે છે અને વિટામિન સી કોલેજનનું નિર્માણ કરે છે, જે વાળના ફોર્મેશનમાં મદદ કરે છે. આના માટે તમારે ખાટાં ફળોનું સેવન કરવું, જેમ કે- સંતરા, સ્ટ્રોબેરી, લીંબુ, ટામેટાં, બ્રોકોલી, સ્પ્રાઉટ્સ… આને તમારે અઠવાડિયામાં બેથી ત્રણ વખત પોતાના ડાયટમાં સામેલ કરવા જોઇએ.

​ઝિંક અને ઓમેગા-3
કેરાટિન ઉપરાંત વાળ માટે ઝિંક, ઓમેગા-3, સેલેનિયમ જેવા પોષકતત્વોની પણ જરૂર છે, જે માટે તમે બદામ, અખરોટ, કાજૂ, સૂકી દ્રાક્ષ વગેરેનું સેવન કરી શકો છે, જેમાંથી વાળ માટે જરૂરી પોષણ મળી રહે.

​નવા સેલ્સ માટે આયર્ન
આયર્ન આપણાં વાળને મૂળથી મજબૂત બનાવે છે, અને ખરતા અટકાવી નવા સેલ્સ નિર્માણ કરવામાં મદદ કરે છે. એટલે ગોળ, ખજૂર, કિશમિશ દરરોજ ખાવું જોઇએ.

(નોંધઃ ઉપરોક્સ માહિતી એક ડોક્ટર દ્વારા આપવામાં આવી છે, જો કે તમે વધુ જાણકારી માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરી શકો છો. ઉપરોક્ત માહિતીની ગુજ્જુરોક્સ પુષ્ટિ કરતુ નથી.)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina