ભારત સહિત આખું વિશ્વ હાલમાં કોરોના સંકટથી લડી રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે ઘણા દેશોમાં લોકડાઉન ચાલુ છે. લોકડાઉનને કારણે તમામ કામગીરી લગભગ સ્થગિત થઇ ગઈ છે. નાના અને મોટા ઉદ્યોગો પર કોરોનાનો એવો માર પડ્યો છે કે લોકોની નોકરી પણ જતી રહી છે.

મોટી સંખ્યામાં લોકોના રોજગાર પર સંકટ વધી ગયું છે, એવામાં લોકો હવે રોજગારની અન્ય તકો શોધી રહ્યા છે. જો કે, લોકડાઉનમાં ઘણા લોકો એવા પણ છે કે જે ઘરેથી કામ કરે છે. આજે અમે તમને આવી જ કેટલીક નોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે પૈસા ખર્ચ કર્યા વિના સરળતાથી કરી શકો છો અને ઘરે બેઠા સારી એવી કમાણી પણ કરી શકો છો.
ઓનલાઇન ક્લાસ દ્વારા –

આપણે બધા જાણીએ જ છીએ કે શાળાઓ અને કોલેજો લોકડાઉનને કારણે બંધ છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. જો તમને પણ કોઈ વિષયમાં રુચિ હોય, તો તમે ઓનલાઇન ક્લાસીસ શરૂ કરી શકો છો. તમે ઓનલાઇન ક્લાસ દ્વારા ઘરે બેઠા જ બાળકોને ભણાવી શકો છો. કારણ કે કોચિંગ એક એવો વ્યવસાય છે, કે જેના પર માર્કેટના ઉતાર-ચઢાવની કોઈ અસર નથી થતી. તમે શાળા, કોલેજ અથવા કોઈપણ પ્રવાહ માટે ઓનલાઇન વર્ગ શરૂ કરી શકો છો. જો વિદ્યાર્થીઓને તમે ભણાવો એ પસંદ આવે છે તો તમારી કમાણી કોઈ મોટા બિઝનેસને પણ પછાડી શકે છે.
હોમ સર્વિસ દ્વારા –

લોકડાઉનની સાથે સાથે, અત્યારે ઘણી ગરમી પણ છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગ, સુથારી જેવા કામો કરતા લોકોની ઘરે-ઘરે જરૂર પડે છે. મિસ્ત્રીઓની દુકાનો બંધ પડી છે. એવામાં જો તમને કોઈ કામ આવડતું હોય, તો પછી તમારી સેવાની માહિતી ઓનલાઇન પ્લેટફોર્મ પર મૂકીને, તમે હોમ સર્વિસનું કામ શરૂ કરી શકો છો. ઓનલાઇન જાણકારી મૂકીને તમે સંપૂર્ણ સુરક્ષા સાથે લોકોને હોમ સર્વિસનો વિશ્વાસ આપીને સારી કમાણી કરી શકો છો.
કૂકિંગ દ્વારા –

બધા લોકો લોકડાઉનમાં ઘરે જ રહી રહ્યા છે. એવામાં લોકો ઘરે બેઠા રસોઈમાં નવા-નવા પ્રયોગો કરી રહ્યા છે. મોટાભાગના લોકો ઇન્ટરનેટ અને યુટ્યુબથી નવી વાનગીઓ રાંધવાનું શીખી રહ્યાં છે. તેથી જો તમારી હાથમાં પણ રસોઈ કરવાની કુશળતા છે, તો ઓનલાઇનવાળો આઈડિયા તમને જોરદાર કમાણી કરાવી શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.