ખબર

મોટી ખુશખબરી: ગુજરાતમાં આ 2 જિલ્લા ફરીથી બન્યો કોરોનામુક્ત, એક સાથે 7 દર્દીઓ કોરોનાને આપી મ્હાત

એક બાજુ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ ચિંતાનો વિષય બન્યો છે. આ વચ્ચે ગુજરાત માટે એક રાહતના સમાચાર આવ્યા છે.

Image Source

સૌરાષ્ટ્રનો દેવભૂમિ દ્વારકા જિલ્લો ફરીથી કોરોનામુક્ત બન્યો છે. એક સાથે સાત દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં હાલ આ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે ગુજરાતમાં હવે ડાંગ અને દેવભૂમિ દ્વારકા બે જિલ્લા કોરોનામુક્ત છે.

Image source

કોરોના મહામારી વચ્ચે દ્વારકા જિલ્લામાંથી એક સાથે 7 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 7 દર્દીઓને રજા અપાઈ છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાલ રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. તમામને સલાયા હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવશે. દ્વારકામાં કુલ 12 કેસ નોંધાયા છે. જે તમામ હાલ રિકવર થઈ ગયા છે.

જોકે, આજે મોરબી જિલ્લામાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.