અદ્દભુત-અજબગજબ

દુનિયાની સૌથી પહેલી તરતી દૂધની ડેરીનું ફાર્મ કે જે છે સમુદ્રમાં, ગાયોનું દૂધ કાઢે છે રોબોટ

આજે દુનિયા આંગળીઓમાં આવી ગઈ છે ત્યારે અનેક એવી ઘટના સામે આવતી હોય છે જેના વિષે આપણે ક્યારેય પણ વિચાર્યું પણ ના હોય. ગામડામાં ઘરમાં પશુઓને રાખવા માટે તબેલા હોય છે. પરંતુ શું ક્યારે પણ તમે જાણ્યું છે કે તરતો તબેલો હોય ?
તરતા તબેલા વિષે ક્યારે પણ સાંભળ્યું છે? નહીં ને તો વાંચો અમારી સાથે  તરતા તબેલા વિષે.

Image Source

નેધરલેન્ડના રોટરડમમાં  વિશ્વનું પ્રથમ તરતું ડેરીફાર્મ બનાવવામાં આવ્યું છે. બંદર પર સમુદ્રમાં તરતા તબેલાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તરતો તબેલો એટલો વિશાળ છે કે, તેમાં 40 ગાયોને આરામથી સાચવી શકાય છે. હાલમાં તરતા તબેલામાં 35 ગાયો છે. આ  ડેરીફાર્મમાં નિયમિત 800 લીટર દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. આ તબેલાંની વિશિષ્ટા એ છે કે અહીં ગાયોને માણસો દ્વારા નહીં પરંતુ રોબોટ દ્વારા દોહવામાં આવે છે.

આ તરતો તબેલો  ડચ પ્રોપટી કેપની બેલાડો દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ડેરીફાર્મ સમગ્ર શહેરમાં દૂધની અછત ના પડે તે માટે કાર્ય કરે છે.આ તબેલો દરિયાની વચ્ચે હોય ત્યાં સુધી વચ્ચે એક રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. આ રસ્તાથી તમે સરળતાથી બંદરથી તબેલા સુધી પહોંચી શકો છો.

આ તરતા તબેલાની સાર સંભાળ રાખતા જનરલ મેનેજર આલ્બર્ટ બેરસને કહ્યું હતું કે, આ તબેલાની ગાયોને રોટરડમફૂડ ફેક્ટરીમાંથી નીકળતી વેસ્ટ પ્રોડ્કટને ચારા તરીકે આપવામાં આવે છે સાથે જ રેસોરાં તથા કેફેની વેસ્ટ પ્રોડક્ટનો પણ ચારા તરીકે ઉપયોગ થાય છે.

તરત તબેલામાં સોલાર પેનલનો ઉપયોગ કરીને વીજળી પણ ઉત્પ્ન્ન કરવામાં આવે છે. સાથે જ ગાયોના છાણનો ઉપયોગ ગોબર ગેસ તૈયાર કરવામાં આવે છે.
આ તબેલા અંગે સંયુક્ત રાષ્ટ્રના ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના વડા ડો.ફ્રેન્ટન બીડએ કહ્યું હતું કે, શહેરી તબેલા કરતા આ તબેલા વધુ સારા છે. શહેરી તબેલામાં ફર્ટીલાઈઝર તથા પેસ્ટીસાઈડનું વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks