રસોઈ

આજે જ ઘરે બનાવો ગુજરાતીઓ ની ફેમસ વાનગી મસાલેદાર દમ આલુ, જે કોઈ ખાશે વાહ વાહ કરશે

આજે અમે તમારા માટે દમ-આલુ બનાવની રેસિપી લઈને આવ્યા છીએ.જો કે દમ આલુ બનાવની બે મુખ્ય સ્ટાઇલ છે પંજાબી દમ-આલુ અને કાશ્મીરી દમ-આલુ.એવામાં આજે અમે તમારા માટે પંજાબી સ્ટાઇલની આ દમ આલુ ની રેસિપી લઈને આવ્યા છીએ.

 • દમ આલુ બનાવવા માટે જોઈતી સામગ્રી:
 • નાના કદના 500 ગ્રામ બટેટા
 • ટમેટાની ગ્રેવી-એક કપ
 • ડુંગળીની પેસ્ટ-બે મોટી ચમચી
 • તેલ-બે મોટી ચમચી
 • દેશી ઘી-એક મોટી ચમચી
 • ધાણા પાઉડર-એક મોટી ચમચી
 • લાલ મરચા પાઉડર-બે નાની ચમચી
 • હળદર પાઉડર-એક નાની ચમચી
 • મીઠું-સ્વાદ પ્રમાણે
 • લીલા ધાણા ના પાન-ગાર્નિશ માટે.

દમ-આલુ બનાવની રેસિપી:

દમ આલુ બનાવવા માટે સૌથી પહેલા બટેટાને ધોઈને બાફી લો, અને ઠંડા થયા પછી તેની છાલ દૂર કરો. હવે એક કડાઈ માં તેલ મુકો અને ગરમ થયા પછી તેમાં જીરા,રાઈ વગેરે થી તડકો લગાવો. પછી તેમાં આ બાફેલા બટેટા નાખો અને તેમાં બટેટાને 5 મિનિટ માટે સાંતળો.

હવે બીજી એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં રાઈ,જીરૂ,હિંગ વગેરેથી તડકો લગાવો અને તેમાં ટમેટા, ડુંગળીની પેસ્ટ નાખો,આદુ-લસણની પેસ્ટ પણ તેમાં ઉમેરો. થોડા સમય માટે તેને પકાવતા રહો. તેના પછી તેમાં દરેક મસાલા અને મીઠું સ્વાદ પ્રમાણે ભેળવો. જો કે તમે અહીં તેલ ની જગ્યાએ દેશી ઘી નો ઉપીયોગ પણ કરી શકો છો.
હવે તેમાં પાણી નાખીને ફરીથી પકાવો. હવે તેમાં દહીં અને ગરમ મસાલો પણ નાખી શકો છો. અને ફરીથી કડાઈ ઢાંકીને પકાવો. બધા મસાલા સારી રીતે મિક્સ થયા પછી તેમાં બટેટા ને મિક્સ કરો અને ફરીથી તેને 5 મિનિટ સુધી પકાવો. હવે ઉપરથી થોડો ગરમ મસાલો પણ ભેળવો અને લીલા ધાણાથી ગાર્નિશ કરો. તમારા દમ આલુ બનીને તૈયાર છે.

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks