ખબર

ભારતના અમીરો કેમ 55 લાખ રૂપિયા ખર્ચીને જઇ રહ્યા છે દુબઇ ? અને એ પણ કોરોના વેક્સિન લગાવવા, જાણો કારણ

ભારતના ધનિક કોરોના રસી લેવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે દુબઈ જઇ રહ્યા છે અને તેના માટે 55 લાખ રૂપિયા સુધી ખર્ચ કરી રહ્યા છે. આ લોકો ત્યાં ફાઇઝરની રસીને મહત્વ આપી રહ્યા છે, જ્યારે યૂએઈમાં એસ્ટ્રાજેનેકા અને સાઇનોફાર્મની રસી પણ ઉપલબ્ધ છે. યૂએઈમાં 40 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને મફતમાં રસી લગાવવામાં આવી રહી છે.

દુબઇના રેસિડન્ટ વીઝા ધરાવતા ધનિક ભારતીયોએ કોરોનાની રસી મૂકાવા માટે દુબઇની વાટ પકડી છે. આ ટ્રેન્ડ માર્ચમાં શરૂ થયો જ્યારે દુબઇએ રેસિડન્ટ વીઝાધારકોને રસી માટે રજીસ્ટર કરવાની મંજૂરી આપી. એપ્રિલમાં તેમાં તેજી આવી જ્યારે ભારતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો. દુબઇમાં રસી લગાવી ચૂકેલા કેટલાંક લોકો અને ચાર્ટર ઓપરેટર્સનું કહેવું છે કે કેટલાંક લોકો રસીના બે ડોઝ લગાવા માટે દુબઇમાં જ રહે છે જ્યારે કેટલાંક લોક ત્યાંના બે આંટા મારી રહ્યા છે. ફાઇઝરની રસીમાં બે ડોઝની વચ્ચે ત્રણ સપ્તાહનું અંતર છે.

વેક્સિન લગાવવા માટે દુબઇ આવવા-જવાનો ખર્ચ 35 લાખ રૂપિયાથી લઇને 55 લાખ રૂપિયા સુધીનો થાય છે. આ ખર્ચ તેનાથી પણ વધુ હોઇ શકે છે. ભારતમાં બધી સરકારી હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં વેક્સિન ફ્રીમાં લગાવવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં માત્ર 250 રૂપિયામાં વેક્સિન લગાવવામાં આવી રહી છે.