ખબર

પોતાના જવાબથી એકવાર ફરીથી ઈસરો પ્રમુખ સિવને લૂંટી લીધું દિલ, કહ્યું-પહેલા તો હું એક ભારતીય છું અને

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો)ના પ્રમુખ સિવનને રૉકેટમૈનના રૂપમાં ઓળખવામાં આવે છે. ભારતના મિશન ચંદ્રયાન-2 ના સૂત્રધાર ના સ્વરૂપે તે હંમેશા યાદ કરવામાં આવશે. લગભગ 95 ટકા સફળ થનારા આ મિશનમાં ભલે સંપર્ક તૂટી જવાને લીધે ઈસરો લૈંડર વિક્રમની સફળ લૈન્ડીંગ કરવા નાકામ રહ્યા હોય, પણ ઓર્બીટરના યોગ્ય કામ કરવાથી અને તેની મહત્તા અને સિવનની મહેનત વ્યર્થ થવાની નથી. ઓર્બિટર દ્વારા મોકલવામાં આવેલી તસ્વીરોથી જાણ થઇ છે કે લૈંડર એકદમ યથાવત સ્થિતિમાં છે.

Image Source

આ વચ્ચે ઈસરો પ્રમુખનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઇન્ટરવ્યૂમાં જ્યારે તેને એક પત્રકારે તમિલનાડુના લોકોને ખાસ સંદેશ આપવાનું કહ્યું તો સિવને સૌથી પહેલા ભારતીય હોવાની વાત કરીને દરેક હાજર લોકોનું દિલ જીતી લીધું હતું. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ શેર કરવામાં આવી રહ્યો છે.

Image Source

જણાવી દઈએ કે જાન્યુઆરી 2018માં સીવનનું એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. આ દરમિયાન રિપોર્ટરે સવાલ પૂછ્યો કે, એક તમિલ વ્યક્તિના સ્વરૂપે તમે આટલી સફળતા સુધી પહોંચ્યા છો, તમિલનાડુના લોકો માટે તમે શું કહેવા માંગશો? તેના પર સિવને જવાબ આપતા કહ્યું કે, સૌથી પહેલા તો હું એક ભારતીય છું. મેં એક ભારતીયના સ્વરૂપે ઈસરો જૉઇન કર્યું. ઈસરો એક એવી જગ્યા છે જ્યાં દરેક ક્ષેત્રો અને અલગ અલગ ભાષાઓ વાળા લોકો એકબીજા સાથે કામ કરે છે અને પોતાનું યોગદાન આપે છે. હું મારા ભાઇઓ પ્રતિ આભારી છું, જેઓ મારા વખાણ કરે છે”.

Image Source

એવામાં દરેક કોઈ સીવનના આવા મંતવ્યના વખાણ કરી રહ્યા છે.એવામાં હૈદરાબાદના વિશ્વનાથઈ ટ્વીટ કરતા કહ્યું કે,”હું પહેલા એક ભારતીય છું, તમિલ ચેનલને આપવામાં આવેલા આ જવાબે દરેકનું દિલ જીતી લીધું”. આ સિવાય અશોક કુમાર ખન્નાએ ટ્વીટ કરતા કહ્યું કે,”ઈસરો ચીફ ડૉ. સિવને કહ્યું કે હું પહેલા એક ભારતીય છું તેના પછી તમિલિયન. તમારા પર ગર્વ છે”. અન્ય એક ટ્વીટમાં આરતી મહેતાએ કહ્યું કે,”સિવન એક જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે, તેને સિવનને ઈમાનદાર અને કામના પ્રતિ લાગણીશીલ જણાવ્યા છે.

ખેડૂત પરિવારમાં થયો હતો જન્મ:

Image Source

ઈસરો પ્રમુખ સિવનનું પૂરું નામ ડૉ.કૈલાશવડિવૂ સિવન(K Sivan) છે. 14 એપ્રિલ 1957 ના રોજ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના સરક્કલવિલાઈ ગામમાં એક ખેડૂત પરિવારમાં તેનો જન્મ થયો હતો. સિવને એક સરકારી શાળામાં તમિલ મીડીયમમાં અભ્યાસ કર્યો હતો. નાગેરકોયલ ના એસટી હિન્દૂ કોલૅજથી તેણે આગળનો અભ્યાસ કર્યો. એવામાં સિવન ગ્રેજ્યુએશન કરનારા પરિવારમાં પહેલા વ્યક્તિ હતા. તેના ભાઈ અને બહેન ગીરીબીને લીધે પોતાની ઉચ્ચ શિક્ષા પુરી કરી શક્યા ન હતા.

Image Source

વર્ષ 1980 માં તેમણે મદ્રાસ ઇન્સ્ટિયૂટ પફ ટેક્નોલોજી (MIT) થી એરોનોટિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો. તેના પછી ઇન્ડિયન ઇન્સ્ટિયૂટ સાયન્સ થી એન્જીનીયરીંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, અને વર્ષ 2006 માં તેણે આઇઆઈટી બોમ્બે થી એરસ્પેસ એન્જીનીયરીંગ માં પીએચડીની ડિગ્રી મેળવી હતી. વર્ષ 2018 માં સિવનને ઇસરોના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા તેના પહેલા આ પદ પર એ.એસ.કિરણ કુમાર હતા.

જુઓ સિવનનો ઇન્ટરવ્યૂનો વિડીયો…

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.