ખબર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનનો હર્ડ ઈમ્યુનિટીથી કર્યો ઇન્કાર, ખરાબ સમાચાર આપતા કહ્યું “ભારત દેશ હજુ તો……”

કોરોના વાયરસથી આખી દુનિયા સંક્રમિત થઇ છે ત્યારે ભારત પણ હવે દુનિયામાં બીજા નંબર ઉપર પહોંચી ગયું છે. ભારતમાં દૈનિક 90 હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું છે કે “આઈસીએમઆરના બીજા સીરો સર્વેમાં જોવા જાણવા મળ્યું છે કે ભારતની જનસંખ્યા હજી પણ કોવિડ-19 સામે હર્ડ ઈમ્યુનિટી ડેવલોપ કરવાથી ખૂબ જ દૂર છે. આપણે બધાને કોવિડ-19 સાથે સંકળાયેલી ગાઈડલાઈનનું પાલન કરતા રહેવું જોઈએ.”

Image Source

ડો. હર્ષવર્ધને આગળ જણાવતા કહ્યું કે: “ભારતની અંદર પુનઃ સંક્રમણના મામલા ખુબ જ ઓછા છે અને કોરોનાથી સંક્રમિત થનારા લોકો ઉપર આઈસીએમઆર ઝડપથી તપાસ અને રિસર્ચ પણ કરી રહ્યા છે. સરકાર દ્વારા આ મામલાને પૂરું મહત્વ પણ આપવામાં આવી રહ્યું છે.”

Image Source

તેમને વધુમાં એમ પણ જણાવ્યું કે: “પ્લાઝ્મા થેરાપી અને રેમડેસિવીરને વધારે પ્રોત્સાહન ના આપવું જોઈએ. સરકારે તેને તર્કસંગત ઉપયોગ સંબંધમાં નિયમિત સલાહ જાહેર કરી છે.” વધુમાં તેમને દેશવાસીઓને કોરોના વાયરસના પ્રચાર પ્રસારને રોકવા માટે જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશોનું કડકાઈથી પાલન કરવાનું પણ જણાવ્યું હતું.

Image Source

તેમને ચરણબદ્ધ રીતે સ્કૂલ ખોલવાને લઈને જ્તાવવામાં આવી રહેલી આશંકાઓને પણ દૂર કરી હતી અને લોકોને સલૂન અને સ્પાની અંદર પણ સાવચેત રહેવા માટે જણાવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.