વાયરલ

જૂનાગઢનો હૃદયને સ્પર્શી જનારો વીડિયો: કોરાના સંક્રમિત આ દાદીની સેવા કરતો કોરોના વોરિયર્સનો આ વીડિયો જોઈને તમે પણ ભાવુક થઇ જશો

કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશને ઝકઝોળીને રાખી દીધું છે, દેશમાં દરરોજ એક લાખ કરતા પણ વધારે કેસ સમયે આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા દર્દીઓની સારવાર હોસ્પિટલની અંદર ચાલી રહી છે. તો એવામાં ડોક્ટર અને કોરોના વોરિયર્સ દર્દીઓનું ધ્યાન પણ રાખી રહ્યા છે જેના કારણે દર્દીને પોતાના લોકોની ઉણપ ના વર્તાય.

સોશિયલ મીડિયામાં હોસ્પિટલ અને કોરોના સંક્રમિત દર્દીઓને લઈને ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે ત્યારે આ દરમિયાન એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમે પણ ભાવુક થઇ જશો. આ વીડિયો જોઈને લોકો ડોક્ટર અને કોરોના વોરિયર્સની પ્રસંશા પણ કરી રહ્યા છે.

આ વીડિયોને આઇપીએસ ઓફિસર દીપાંશુ કાબરાએ શેર કર્યો છે. વીડિયોની સાથે તેમને કેપશનમાં લખ્યું છે કે “ફક્ત સારવાર નથી કરી રહ્યા, પરિવારનો પ્રેમ પણ વહેંચી રહ્યા છે આપણા કોરોના વોરિયર્સ. ”

આ વીડિયો લોકોનું હૃદય સ્પર્શી રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક કોરોના પીડિત મહિલા હોસ્પિટલના બેડ ઉપર બેઠી છે અને પીપીઈ કીટ પહેરી અને એક હેલ્થ વર્કર તેની સામે ઉભી છે અને તેમને કસરત કરવાનું શીખવાડી રહી છે. હેલ્થ વર્કર જે રીતે કહે છે તેમ તે મહિલા કરે છે.

ત્યારે જ થોડા સમય બાદ તે હેલ્થ વર્કર કોરોના દર્દીના વાળ ઓળવા લાગી જાય છે. આ વીડિયો જોઈને એ વાત તો સ્પષ્ટ છે કે હેલ્થ વર્કર કોરોના દર્દીને પોતાના લોકોની ઉણપ તો નથી અનુભવવા દઈ રહ્યા. આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાના હેલ્થ વર્કરનો હોવાનું સામે આવ્યું છે. જુઓ તમે પણ આ ભાવુક કરી દેનારો વીડિયો