દોઢ વર્ષના પ્રેમ સંબંધ માંડ ચાલ્યો, સુરતમાં પરિણીત પ્રેમી સામે ડોક્ટર પ્રેમિકાએ પોલીસ પાસે જઈને એવું એવું કર્યું કે જાણીને તમારો મગજ ગરમ થઇ જશે 

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. ઘણીવાર તો કોઇ યુવતિ અથવા સગીરાઓ સાથે જબરદસ્તી સંબંધ બાંધે છે અથવા તો ઘણીવાર લગ્નની લાલચે યુવતિઓને ફસાવી તેમની સાથે ના કરવાનું કામ કરવામાં આવે છે. ત્યારે સુરતમાંથી દુષ્કર્મની એક ઘટના સામે આવી છે. જેમાં એક પરણિત પ્રેમી સામે ડોક્ટર પ્રેમિકાએ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ડોક્ટર પ્રેમિકાએ પરણિત પ્રેમીના ઘરે જઈ પોલ ખોલી દેતા વાત વણસી અને આ મામલે અલથાણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડોક્ટર યુવતી સાથે પરિણીત પ્રેમીએ પ્રેમ સંબંધ બાંધ્યો અને દોઢ વર્ષ ચાલેલા આ પ્રેમ પ્રકરણમાં તિરાડ પડતા પીડિતાએ પરણિત પ્રેમી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધી પરણિત પ્રેમીની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા તબીબને પરિણીત યુવક સાથે પ્રેમ થઈ જતા આ સંબંધ દોઢ વર્ષ ચાલ્યો અને પ્રેમ સંબંધમાં કોઈ વાતે ખટરાગ થયો. જણાવી દઇએ કે, પરિણીત પ્રેમી અને યુવતી બંને એકબીજાની સામ સામે જ રહેતા હતા. કોઇ વાતે મનદુઃખ થતા તબીબ યુવતીએ પરણિત પ્રેમીના ઘરે જઈ ભાંડો ફોડયો અને પછી પરણિત પ્રેમી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ અલથાણ પોલીસ મથકમાં નોંધાવી.

જે બાદ પોલીસે આરોપી પરણિત પ્રેમીની ધરપકડ કરી હતી. આરોપી ph.dનો અભ્યાસ કરી રહ્યો હતો. આ સમગ્ર મામલો એક બીજાને મનદુઃખ થતા સામે આવ્યો હતો. હાલ તો ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પણ સાથે આરોપીના મેડિકલ ચેકઅપ સાથે અનેક બાબતોની તપાસ થઇ રહી છે.

Shah Jina