હેલ્થ

હિપ્સ અને કમરની ચરબી ઘટાડવી છે ? તો નિયમિત કરો આ કસરત, થોડા જ દિવસમાં જોવા મળશે પરિણામ

ઘણી બીમારીઓનું કારણ વધુ પડતું મોટાપો હોય છે. હિપ્સની ચરબીના કારણે ફક્ત પર્શનાલીટી જ ખરાબ નથી થતી પરંતુ ઘણી બીમારીનું ઘર પણ છે. આજે ઘણી મહિલાઓ હિપ્સની ચરબી ઘટાડવાની કોશિશ કરે છે પરંતુ તે આસાન નથી, ઘણી મુશ્કેલી બાદ આ ચરબી ઘટે છે. આજે અમે તમારી માટે એવી એવી કસરત લાવીઆ છીએ જેનાથી તમારી ચરબી ઘટીને પરફેક્ટ ફિગર મળશે.

આવો જાણીએ કસરત વિષે.

સ્ટેન્ડિંગ સાઈડ કિક
આ માટે, સીધા ઉભા રહો અને પગ ખોલો અને પછી બંને હાથ બાજુ પર રાખો. આ પછી, ડાબા પગને ડાબી તરફ ઉભા કરો.એ વાતનું ધ્યાનમાં રાખો કે આંતરિક જાંઘ જમીનની બરાબર સમાંતર છે. આ સ્થિતિમાં થોડી વાર રહ્યા બાદ પગને ધીમે ધીમે જમીન તરફ લાવો. આ પ્રક્રિયાને ઓછામાં ઓછા 10 વાર પુનરાવર્તિત કરો. આ સાથે જ તમને ટૂંકા સમયમાં પરિણામ મળશે.

Image Source

ગ્લુટ બ્રિજ
આ કસરત કરવા માટે સૌથી પહેલા તમારે જમીન પર સૂઈને ઘૂંટણને વાળો. આ બાદ હિપ્સને ઉપરની તરફ વાળો. આ કસરતથી હિપ્સ ઉપર દબાવ આવશે. જેનાથી ચરબી બે ગણી જલ્દી ઓછી થશે.

હિપ ફલૈક્સર સ્ટ્રેચ
તમારા જમણા ઘૂંટણને જમીન પર અને ડાબો પગ સીધો જમીન પર મૂકો. કમરના હિસ્સાના ઉપર સીધા રાખો. હાથ હિપ્સ પર રાખો. બાદમાં શરીરને સીધારાખી ને હિપ્સની તરફ આગળ ધક્કો મારો. તમારા જમણા હિપની સામે ખેંચાણ અનુભવવી જોઈએ. આ સ્થિતિને 30 સેકંડથી 2 મિનિટ સુધી રાખો. હવે પગ બદલો અને તેને ફરીથી પુનરાવર્તન કરો.

Image Source

સાઈડ જંપ
સૌ પહેલા કમર પર હાથ મૂકો અને પછી તમારો જમણો પગ ઉંચો કરો અને ડાબા પગથી ત્રણ વખત કૂદકો. પગને જમીન પર રાખતી વખતે ઘૂંટણને સહેજ વાળો. હવે જમણો પગ જમીન પર મૂકો અને આ પ્રક્રિયાને બીજા પગથી પુનરાવર્તિત કરો. આ પ્રક્રિયાને બંને પગથી 15 વાર પુનરાવર્તન કરો.

હિપ્સ રેજ
આ એક્સરસાઇઝ કરવા માટે કમર પર સૂઈ જાઓ અને પગ સીધા કરો. પછી ધીમે ધીમે હિપ્સ અને તમારા જમણા પગને ઉપરની તરફ ઉભા કરો. તમારી આગળની દિવાલ અથવા અનુમાનથી પગ રોકો. તમારા ડાબા પગને ઘૂંટણની તરફ વળો. આ સ્થિતિમાં, 2-3- મિનિટ રહો અને પછી પગ નીચેથી ધીરે ધીરે લાવો.

Image Source

સ્ક્રટ કિક
સૌ પ્રથમ કમર પર હાથ રાખો. પછી તમારા જમણા પગથી બાજુ પર કિક કરો અને ડાબા પગને સીધો રાખો. પછી જમણો પગ પાછો જૂની સ્થિતિમાં પાછો લાવો. હવે ડાબા પગ સાથે ડાબી બાજુ કિક કરો. આ પ્રક્રિયાને બંને પગથી 15 વાર પુનરાવર્તન કરો.

લો કિક બૈક્સ
આ કસરત કરવા માટે સૌ પ્રથમ, સીધા ઉભા રહો. તમારો જમણો પગ ઉઠાવીને શરીરનું તમામ વજનને ડાબા પગ પર મૂકો. આ પછી પગને થોડો આગળ અને પાછળ ફેરવો. આ કસરત 10 વાર કરો. આ સાથે જ તમે ડાબા પગને ઉપાડી શરીરનું બધું વજન જમણા પગ પર મૂકો અને તે જ પુનરાવર્તન કરો. આ કસરત દરરોજ 2 મિનિટ કરવાથી ખૂબ જ સારૂ પરિણામ મળશે.

Image Source

હાઈ કિક બૈક્સ
આ કસરત પણ લો-કિકની જેમ છે. પરંતુ આ કસરતમાં તમારે પગને વધુ લંબાઈ અને થોડી ઝડપથી આગળ વધારવી પડશે. આ કરવા માટે તમારે તમારા હાથ અને ઘૂંટણને જમીન પર મૂકવા પડશે. આ કસરત પણ 10-10 વખત કરવી પડશે. દરરોજ 2 થી 3 મિનિટ માટે ફરી કરો.

ફ્રન્ટ ટો ટચેસ
આ કસરત કરવા માટે સૌ પ્રથમ, સીધા ઉભા રહો પરંતુ પગ વચ્ચે 2 ફુટનું અંતર રાખો. હવે તમારો જમણો પગ આગળ વધો અને ડાબા હાથથી બીજા પગને સ્પર્શ કરો. તમારા શરીરનું સંતુલન સાચવી રાખો નહીં તો તમે પડી શકો છો. આ જ રીતે તમારે તમારા ડાબા પગ સાથે તે જ કરવું પડશે. આ કસરત દરરોજ 10-10 વખત કરો. આ કસરત ફક્ત તમારી ચરબી જ નહીં પણ શરીરને સાનુકૂળ બનાવે છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.