શૂઝ પહેરો છો? તો બેક્ટેરિયા…જલ્દી વાંચો નહિ તો

આજકાલ લોકોને શૂઝને મોજા વગર પહેરવાની આદત હોય છે. ઘણી જગ્યાએ ઓફિસમાં શૂઝ પહેરીને જવાનુ હોય છે અને કેટલાક લોકોને તે ન ગમતા હોવાથી તેઓ મોજા વગર જ શુઝ પહેરી લે છે, અથવા તો કેટલાક લોકો આળસમાં પણ મોજા વગર જ શુઝ પહેરી લેતા હોય છે.

જો તમારી પણ આવી આદત છે તો ભૂલી જજો કારણ કે તેનાથી તમને બીમારી થઇ શકે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) એક્સપર્ટ્સ પ્રમાણે મોજા વગર શુઝ પહેરવાથી તમારી સ્કીનને નુકસાન થાય છે અને પગનો પરસેવો શુઝના ચામડામાં પહોંચે છે. તેનાથી બેક્ટેરિયા થવા લાગે છે અને

આવી સ્થિતિમાં જો વધારે ભેજનું પ્રામણ થઇ જાય તો પગમાં દુર્ગંધ પેદા થાય છે અને ખંજવાળ પણ આવે છે. તેથી મોજા ન પહેરવાને કારણે પગમાં દુર્ગંધ અને એથલીટ ફુટ તેમજ દાદર જેવી બીમારી થવાની શકયતાઓ વધી જાય છે. એક્સસપર્ટ્સની સલાહ માનીએ તો શુઝમાં મોજા ન પહેરવાની આદત પગ માટે સારી નથી હોતી કારણ કે આવું કરવાથી પગમાં ઇન્ફેક્શન થઇ શકે છે. આંગળીઓની વચ્ચે ખરજવું પણ થઇ શકે છે.

મોટાભાગના શુઝ લેધર અથવા કૃત્રિમ પદાર્થના બનેલા હોય છે. અને તેની અંદર હવા પસાર થઇ શકતી નથી. તેથી પરસેવો અને બેક્ટેરિયા ભેગા થવાથી પગમાં ફોલ્લાં થઇ શકે છે.

Shah Jina