બોલીવુડના સિતારાઓને કોણ નથી ચાહતું? બોલીવુડના સિતારાઓની નાની થી મોટી ખબર આજકાલ ન્યુઝ હેડલાઈન બની જતી હોય છે. પણ એવામાં આજે અમે તમને થોડા એવા બોલીવુડના સીતારાઓના વિશે જણાવવા જઈ રહ્યા છે જે લગ્નના આટલા વર્ષો બાદ પણ પોતાનું જીવન સંતાન વગર એકબીજાના સહારે વિતાવી રહ્યા છે.

દિલીપ કુમાર અને સાયરા બાનો
આ જોડીના લગ્નને લગભગ 53 વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. છતાં પણ આ કપલ બેઓલાદ છે અને એકબીજાના પ્રેમના સહારે જીવન વિતાવી રહ્યા છે.

મધુબાલા અને કિશોર કુમાર
મધુબાલાનું લગ્ન બાદ જલ્દી મૃત્યુ થઇ ગયું હતું એને કારણે તેમની કોઈ ઓલાદ નથી પણ કિશોર કુમારને તેના પહેલા લગ્નથી એક દીકરો છે.

આશા ભોંશલે અને આર.ડી બર્મન
પહેલા લગ્નથી આશા ભોશલેને 3 બાળકો હોવાને કારણે બીજા લગ્ન બાદ તેને કોઈ બાળકો ન કરવાનો નિર્ણય કર્યો હતો.

જાવેદ અખ્તર અને શબાના આઝમી
લગ્નના 34 વર્ષ પછી પણ શબાના આઝમી અને જાવેદ અખ્તર બેઓલાદ છે. જાવેદ અખ્તરના પહેલા લગ્નથી બે બાળકો છે પણ શબાના સાથે બીજા લગ્ન કર્યા બાદ એ લગ્નથી તેમને કોઈ બાળકો નથી.

અનુપમ અને કિરણ ખેર
અનુપમ કિરણના બીજા પતિ છે એ બંનેના લગ્ન 1985માં થયા હતા. આજ સુધી બંનેની કોઈ સંતાન નથી. સિકંદર ખેર એ કિરણના પહેલા પતિનો દીકરો છે.

ડોલી આહલુવાલિયા અને કમલ તિવારી એ બંનેની લવમેરેજ હોવા છતાં પણ કોઈ સંતાન ન થઇ શકી.

મોહમ્મદ અઝહરુદીન અને સંગીતા બિજલાનીનું કોઈ કારણો સર તલાખ થઇ ગયું છે. અઝહરુદીનને તેની પહેલી પત્નીથી બે બાળકો છે.

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂરના લગ્નને પાંચ વર્ષ થઇ ગયા છતાં તેમની કોઈ સંતાન નથી.

પ્રીતિ ઝીંટા અને જિન ગુડઇનફના લગ્ને ભલે વધુ સમય ન થયો હોય પણ આ કપલ પાસેથી કોઈ ફેમિલી પ્લાંનિંગની ખબર મળી નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.