ધારાવાહિક દિયા ઔર બાતી દરેક ઘરમાં વખણાતી ધારાવાહિક હતી, અને તેમાં પણ ભાભો અને સંધ્યાનું પાત્ર તો સૌને ગમતા પાત્રોમાંથી એક હતું, સંધ્યાનો આ ધારાવાહિકમાં એક આદર્શ વહુ તરીકેનો અભિનય બતાવવામાં આવ્યો, અને જેને સમાજની મહિલાઓ માટે પણ તે એક આદર્શ સાબિત થઇ, પરંતુ અસલ જીવનમાં સંધ્યાનું જીવન કેવું છે ચાલો જાણીએ.
View this post on Instagram
સાધ્ય રાઠીનો અભિનય અભિનેત્રી દીપિકા સિંહે કર્યો હતો, અને આધારાવાહિકથી જ દીપિકાને ટીવી જગતમાં એક અલગ જ ઓળખ મળી હતી, જેમ આપણે દિયા ઔર બાતીમાં સંધ્યાને જોતા હતા, તેવું જ જીવન તે પોતાનાઅસલ જીવનમાં પણ જીવી રહી છે.
View this post on Instagram
દીપિકા સવારે ઉઠીને પહેલા પૂજા કરે છે, તેનું માનવું છે કે પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા મળે છે. ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે, અને સવારની પૂજા એકલી દીપિકા જ નહિ તેના પતિ પણ તેની સાથે કરે છે.
View this post on Instagram
દીપિકા તેના સાસરિયામાં ખુબ જ ખુશ છે, દીપિકાના અસલ જીવન સાસુની તે ખુબ જ લાડકી છે, તે પોતાની સાસુને પણ પોતાની મા જેવો પ્રેમ કરે છે, તે ઘણીવાર સોશિયલ મીડિયામાં પણ તસવીરો શેર કરે છે, જેમાં તેના સાસુ અને પરિવારના બીજા સભ્યો પણ જોવા મળે છે, દીપિકાનું માનવું છે કે તેને આ જન્મમાં બે મા મળી, એજકે જન્મ આપનારી અને બીજી સાસુ મા.
View this post on Instagram
આજની યુવા પેઢીને જયારે વિભક્ત કુટુંબમાં રહેવાનું ગમે છે ત્યારે દીપિકાને સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ છે, તેનાથી જ તેના સંસ્કારોનો અંદાજો લગાવી શકાય છે, તે પોતાના સાગા- સંબંધીઓ સાથે પણ સારો તાલમેલ જાળવી રાખે છે, તેમજ દરેક સંબંધોનું માન પણ તે સાચવે છે.
View this post on Instagram
દીપિકાને દરેક રીતિ-રિવાજો નિભાવવા ગમે છે, પરિવારમાં કોઈપણ પ્રસંગ હોય કે ઉત્સવ હોય તે તેમાં પુરી ઈચ્છાથી ભાગ લે છે, જેના કારણે તે સાગા સંબંધીઓ અને પરિવારનું દિલ હંમેશા જીતી લે છે.
View this post on Instagram
શૂટિંગમાં સમય વિતાવવાની સાથે સાથે તે પોતાના પરિવારની પણ ખુબ જ કાળજી રાખે છે, તેમજ તે પોતાના શરીરને પણ ખુબ જ સ્ફૂર્તિલું રાખે છે, યોગ અને કસરત કરીને તે ફિટ એન્ડ સ્ટ્રોંગ રહે છે.
View this post on Instagram
દીપિકા સંસ્કારી હોવાની સાથે સાથે શોખીન પણ છે, તે જો જૂની પેઢી સાથે તાલમેલ સાધી શકે છે તો નવી પેઢી સાથે પણ કદમથી કદમ મિલાવીને ચાલી શકે છે, આધુનિક પહેરવેશ અને ખાણીપીણીની પણ દીપિકા શોખીન છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.