મનોરંજન

ટાઇગર શ્રોફની શર્ટલેસ તસ્વીર થઇ વાયરલ, માલદીવમાં ગર્લફ્રેન્ડ દિશા સાથે મનાવી રહ્યો છે વેકેશન

7 તસ્વીરો જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા, બોલ્યા કે ઉફ્ફ્ફ આ ચોકલેટી ફિગર….. ખાઈ જવાનું મન થઇ જશે

બોલીવુડના એક્શન હીરો ટાઇગર શ્રોફ ઇન્ડસ્ટ્રીઝમાં તેના ડાન્સ અને ફિટ બોડીને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ટાઈગરે તેની કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ટાઈગરે એક્શન હીરો તરીકે ફરજ બજાવી છે. આજકાલ ટાઇગર શ્રોફ તેની કથિત ગર્લફ્રેન્ડ દિશા સાથે માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહ્યો છે. બૉલીવુડ એક્ટ્રેસ દિશા અને ટાઇગર શ્રોફ બુધવારે મુંબઈ એરપોર્ટ પર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. આ બાદ બંનેએ પોત-પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી માલદીવમાં આનંદ કરતા હોય તેવી તસ્વીર શેર કરી છે.

આ વચ્ચે ટાઇગર શ્રોફે માલદીવથી એક શર્ટ લેસ તસ્વીર શેર કરી છે જેમાં તે પ્લેનમાંથી ઉતરતો નજરે ચડે છે. આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, આગલા 2 દિવસનો ડ્રેસ કોડ, ટાઈગરે આ બાદ એક તસ્વીર શેર કરી છે. જેમાં તે યલો કલરની શોર્ટ્સમાં નજરે આવે છે.

ટાઈગરે આ તસ્વીર શેર કરતા કેપ્સન લખ્યું હતું કે, મારી યલો શોર્ટ્સને ઇગ્નોર કરો. કાં તો હું મોટો થઇ ગયો છું અથવા તો આ શોર્ટ્સ લોકડાઉનમાં નાની થઇ ગઈ છે. આ તસ્વીર ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

ટાઇગર શ્રોફ બાદ દિશાએ પણ બેહદ ગ્લેમરસ તસ્વીર અને વિડીયો શેર કર્યા છે. જેમાં તે બ્લેક ડ્રેસમાં નજરે આવી રહી છે. તેના બેકગ્રાઉન્ડમાં માલદિવનાં ખુબસુરત બીચ નજરે આવી રહ્યો છે. દિશા અને ટાઈગરે સાથે કોઈ તસ્વીર શેર કરી નથી. પરંતુ બંનેની તસ્વીર જોઈને એ કહેવું પણ ખોટું નથી કે બંને માલદીવમાં છે.

Image source

આ વચ્ચે એક દિલચસ્પ વાત એ છે કે, ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફે પણ આ કપલ સાથે દિવાળી ઉજવશે. ટાઈગરની તસ્વીર પર કમેન્ટ કરતા કૃષ્ણાએ લખ્યું હતું કે, 13ના મળીએ છીએ. ટાઇગર સિવાય દિશાનું પણ કૃષ્ણા સાથે સારું બોન્ડિંગ છે.

Image source

જણાવી દઈએ કે, ટાઇગર અને દિશા ડિનર અને લંચ ડેટ પર સ્પોટ કરવામાં આવે છે. પરંતુ હંમેશાં બંને ખબરોનું ખંડન કરે છે. ઓગસ્ટ 2019માં ઇન્સ્ટાગ્રામ પર ફેન્સે ટાઇગરને સવાલ કર્યો હતો કે, શું તું દિશાને ડેટ કરી રહ્યો છે ત્યારે ટાઈગરે જવાબ આપ્યો હતો કે, મારી ઔકાત નથી.

ભારત ફિલ્મની રજૂઆત સમયે દિશાને એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે “તમે બંને તમારા સંબંધ કેમ નથી સ્વીકારતા?” લોકો તમારી જોડીને ખૂબ પસંદ કરે છે. “આ સવાલના જવાબમાં દિશાએ કહ્યું:” હું ઘણા લાંબા સમયથી પ્રયત્ન કરી રહી છું, ઘણા વર્ષો થયા છે, હું તેને હા પાડવા માટે પ્રયત્ન કરી રહીછું, હવે મેં આ ફિલ્મ કરી છે મેં ભારતમાં ઘણા સ્ટંટ કર્યા છે અને મને લાગે છે કે હવે તે મને પસંદ કરવાનું શરૂ કરશે.