ફિલ્મી દુનિયા

સુશાંતની એક્સ મેનેજર દિશાના મૃત્યુ પહેલા શું થયું હતું આગળની રાત્રે? નજીકના મિત્રએ કર્યો ખુલાસો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો મામલો હાલમાં ખુબ જ ચર્ચામાં છે ત્યારે તેની આત્મહત્યાના થોડા દિવસ પહેલા જ તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાને પણ આત્મહત્યા કરી હતી. હવે સુશાંતની આત્મહત્યા સાથે દિશાની આત્મહત્યામાં પણ ઘણા ખુલાસા સામે આવી રહ્યા છે. દિશાએ પોતાના 14માં માળ સ્થિત ઘરમાંથી કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો. હવે તે રાત્રે શું બન્યું હતું તેનો ખુલાસો તેના એક નજીકના મિત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

દિશા સાલિયાનના એક નજીકના મિત્રે ઘટના વાળા દિવસ વિષે વિસ્તારમાં જણાવ્યું છે. ઘટના વાળા દિવસે દિશાના ઘરની અંદર તેનો મંગેતર રોહન, હિમાંશુ અને કોલેજના બે મિત્રો નીલ અને દીપ હાજર હતા. બધાએ એ રાત્રે પાર્ટી કરી અને ડ્રિન્ક કરી રહ્યા હતા.

Image Source

પરંતુ ડ્રિન્ક કર્યા બાદ દિશા ખુબ જ ઈમોશનલ થઇ ગઈ હતી. તે વારંવાર કહી રહી હતી કે કોઈ કોઈની ચિંતા કરતુ નથી. હવે એકવાર દિશાનો આ વ્યવહાર સવાલ ઉભો કરી શકે છે. પરંતુ દિશાના મિત્રે જણાવ્યું કે ડ્રિન્ક કર્યા પછી દિશા મોટાભાગે આવું કર્યા કરતી હતી.

દિશાની એક મિત્રના જણાવ્યા અનુસાર ઘરમાં પાર્ટી તો ચાલી રહી હતી પરંતુ રાત્રે 8 વાગે દિશાએ પોતાના એક બીજા મિત્રને ફોન કરીને લોકડાઉનમાં શું કરી શકાય તેના વિશે ચર્ચા કરી હતી.

Image Source

ત્યારબાદ દિશાએ  યુકે વાળી ફ્રેન્ડ સાથે ફોન ઉપર વાત કરી હતી. ત્યારબાદ તે રડવા લાગી. જેને જોઈને હિમાંશુ થોડો નારાજ થઈ ગયો. તેને દિશાને રડવાની ના પાડી કારણે કે તેનાથી પાર્ટીનો મૂડ ખરાબ થઇ રહ્યો હતો.

દિશાના મિત્રનું માનીએ તો ત્યારબાદ તે પોતાના રૂમની અંદર ચાલી ગઈ અને દરવાજો બંધ કરી લીધો. જયારે ઘણીવાર સુધી દિશાએ દરવાજો ના ખોલ્યો ત્યારે દરવાજાને તોડવામાં આવ્યો. રૂમની અંદર દિશા નહોતી. પરંતુ જ્યારે હિમાંશુ અને દીપે નીચે જોયું તો હેરાન રહી ગયા. બધા નીચે ભાગ્યા પરંતુ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું.

Image Source

એ સમયને યાદ કરતા તેના મિત્રે કહ્યું: “દિશાના હૃદયના ધબકારા ચાલી રહ્યા હતા. અને તેને ઉઠાવી દીપની કારની અંદર ત્રણ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ તેને ત્યાં મૃત ઘોષિત કરવામાં આવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.