ઓહોહોહો…ફક્ત 34 વર્ષની ઉંમરે આ સ્ત્રી વડાપ્રધાને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, આખા દેશમાં સનસનાટી મચી
આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની તસવીરોના કારણે અવાર-નવાર સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. પરંતુ આજે આપણે વાત નરેન્દ્ર મોદીની નહિ પરંતુ એક એવા દેશના પ્રધાનમંત્રીની કરીશું જે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.

તેમનું ચર્ચામાં રહેવાનું કારણ એક તો તેમની નાની ઉંમર છે અને બીજી કે તેમના કામો કરવાનો અંદાઝ છે. પરંતુ કયા વખતે આ પ્રધાનમંત્રી પોતાની તસ્વીરોને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમને એક ઇન્સ્ટાગ્રામ પેજ માટે ગ્લેમરએસ ફોટોશૂટ કરાવ્યું અને સનસનાટી મચાવી દીધી હતી.

અમે વાત કરીએ છીએ ફિનલેન્ડની 34 વર્ષીય મહિલા પ્રધાનમંત્રી સના મારીનની. જેમને તાજેતરમાં જ ફેશન પત્રિકા ઇન્સ્ટાગ્રામ માટે ગ્લેમરએસ ફોટોશૂટ કરાવ્યું અને તેના કારણે જ મોટો વિવાદ ઉભો થયો છે.
View this post on Instagram
તેમના આ ફોટોશૂટ અને પ્રોફેશનલ વર્તન અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ ગઈ છે. કેટલાક લોકો હવે સનાની ટીકા કરવા પણ લાગી ગયા છે. તો ઘણા લોકો તેમના સમર્થનમાં પણ આવ્યા છે.

આ વિવાદ જે તસ્વીરમાં ઉત્પન્ન થયો છે તેમાં વડાપ્રધાને લો કટ બ્લેઝર પહેર્યું છે. ટીકાકારોએ લખ્યું છે કે: “આ પોશાક શરીરનું અંગ પ્રદર્શન કરનારો છે. તેની ઉંમરની મહિલાની સરખામણીમાં પ્રોફેશનલ અંદાજ જણાતો નથી.”

તો સનાના સમર્થનમાં ઘણી મહિલાઓ પણ આવી છે. ઘણી યુવતીઓ અને મહિલાઓએ સનાના સમર્થનમાં #IAMWITHSANNAનું કેમપેન પણ ચલાવ્યું છે. તેઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ હેશટેગ દ્વારા તેમને સમર્થન કરી રહ્યા છે.

સના ખુબ જ ફેશનેબલ વડાપ્રધાન છે. આ પહેલા પણ સનાએ ઘણી તસવીરો પોસ્ટ કરી છે. થોડા સમય પહેલા પણ તેને પોતાના બોયફ્રેન્ડ સાથે વેડિંગ ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. તે દુનિયાની સૌથી નાની ઉંમરની વડાપ્રધાન છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.