ટીવી અભિનેત્રી દીપિક કક્કડ હવે ટીવી પર જોવા મળતી નથી પરંતુ તે વ્લોગ દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. દીપિકા અને શોએબ બંને વ્લોગીંગ કરે છે અને ચાહકોને તેમના જીવન વિશે અપડેટ્સ આપતા રહે છે. હવે શોએબે દીપિકા વિશે મોટો ખુલાસો કર્યો છે, જેના પછી તેના ચાહકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. તેમણે દીપિકા માટે પ્રાર્થના કરવાનું પણ શરૂ કર્યું. શોએબે તેની પોસ્ટમાં જાહેર કર્યું છે કે દીપિકાને ગંભીર બીમારી છે.
જેના કારણે તેને સર્જરી કરાવી પડશે.દીપિકા અને શોએબ સોશિયલ મીડિયા દ્વારા તેમના સમગ્ર જીવન વિશે ચાહકોને અપડેટ કરતા રહે છે. ચાહકો જાણે છે કે તેમના ઘરે શું ચાલી રહ્યું છે. ચાહકો પણ તેમના જીવનમાં ખૂબ રસ લે છે. દીપિકા અને શોઇબ બંનેનો ચાહક વર્ગ પણ ખૂબ જ મજબૂત છે.શોએબ તેના વ્લોગમાં કહ્યું છે કે દીપિકાના લીવરની ડાબા લોબમાં ટ્યૂમર થઇ ગયું છે. આ ટ્યૂમર સાઈઝમાં ઘણું મોટું છે.
આ સમય દરમિયાન શોએબનો ચહેરો એકદમ ઉતારી ગયો હતો. શોએબે કહ્યું- દીપિકા સારી નથી, તેણીને તેના પેટમાં થોડી સમસ્યા છે, જે એકદમ ગંભીર છે. ખરેખર હું ચંદીગઢમાં હતો અને દીપિકા મુંબઇમાં હતી અને તેને તેના પેટમાં દુખાવો થયો હતો. દીપિકાને તેમ લાગ્યું કે આ નોર્મલ દુખાવો છે, પરંતુ જ્યારે તે વધુ વધ્યું, ત્યારે તે તેને ડોક્ટર પાસે લઈ ગયો. કેટલાક બ્લડ ટેસ્ટ થયા. તેના પછી ખબર પડી કે તેના પેટમાં ઇન્ફેકશન છે.
શોએબે વધુમાં કહ્યું- અમારા ડોક્ટરે અમને બોલાવ્યો અને કહ્યું કે અમારે સીટી સ્કેન કરવું પડશે. અહેવાલમાં બહાર આવ્યું છે કે દીપિકાને યકૃતના ડાબા ભાગમાં ગાંઠ છે. તે પણ ટેનિસ બોલના કદનું. આ આપણા બધા માટે ખૂબ જ આઘાતજનક છે.શોએબે વધુ કહ્યું- અમને બધાને એ વાતને લઇને ગભરાય રહ્યા હતા કે ક્યાંક કેન્સર તો નહિ થય જાય. જો કે, અહેવાલમાં હજી સુધી કંઈ આવ્યું નથી. આ સુકુનની વાત છે. હજુ ઘણા ટેસ્ટ પણ થવાના છે.