હાથ જોડ્યા…એક ઘૂંટણિયે બેઠા…આ દેશના PMએ ઇટલીના PM જોર્જિયા મેલોનીનું અનોખા અંદાજમાં કર્યુ સ્વાગત- જુઓ વીડિયો

ઇટલીના PM જોર્જિયા મેલોની માટે ઘૂંટણિયે બેઠા અલ્બાનિયાના PM, વરસાદમાં રેડ કાર્પેટ પર આવી રીતે કર્યુ ગ્રૈંડ વેલકમ

અલ્બાનિયામાં આયોજિત યુરોપિયન યુનિયનના યુરોપિયન રાજકીય સમુદાય શિખર સંમેલન દરમિયાન એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું. આ દરમિયાન યજમાન દેશ અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીનું એક ઘૂંટણિયે બેસી સ્વાગત કર્યું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

એડી રામા એક દિવસ પહેલા જ ચોથી વખત અલ્બાનિયાના વડાપ્રધાનની ચૂંટણી જીત્યા. આ પછી તેમણે ભારે વરસાદ હોવા છતાં રાજધાની ટિરાનામાં યુરોપિયન નેતાઓનું ભવ્ય સ્વાગત કર્યું. યુરોપિયન નેતાઓ માટે સ્વાગત સમારોહની શરૂઆત એડી રામાએ રેડ કાર્પેટ પર વાદળી છત્રી લહેરાવીને કરી. તેના પર યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી (EPC) નો લોગો હતો.

એડી રામા આ દરમિયાન નેકટાઈ અને ટ્રેડમાર્ક સ્નીકર્સ પહેરેલા જોવા મળ્યા હતા. જ્યારે ઇટાલીના વડાપ્રધાન મેલોની રાજકારણીઓની કતારમાં પહોંચ્યા, ત્યારે એડી રામા એક ઘૂંટણિયે જમીન પર બેસી ગયા. આ જોઇ મેલોની હસવા લાગ્યા અને તેમને ઉપાડવાનો પ્રયાસ કર્યો. બાદમાં બંને નેતાઓએ હાથ મિલાવ્યા. એડી રામા ઘણીવાર મેલોનીને તેની ઇટાલિયન “બહેન” તરીકે ઓળખાવે છે.

એડી રામાએ 2030 સુધીમાં અલ્બેનિયાને યુરોપિયન યુનિયનમાં લાવવાના વચન પર ચૂંટણી પ્રચાર કર્યો અને પ્રચંડ વિજય મેળવ્યો. છ ફૂટ સાત ઇંચ ઊંચાઈ ધરાવતા રામા, યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી (EPC) ની બેઠકમાં હાજરી આપનારા 40 થી વધુ નેતાઓનું નામ લઈને સ્વાગત કર્યું અને તેમના માનમાં થોડા શબ્દો કહ્યા.

તેમણે મીટિંગ પહેલા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું”ટિરાનાથી, જ્યાં આજે આખું યુરોપ એકઠું થયું છે, અને જ્યાં આખી દુનિયા જોઈ રહી છે, હું તમને નમસ્તે કહું છું”. EPC કોન્ફરન્સમાં યુરોપિયન યુનિયનના સભ્યો તેમજ 20 અન્ય દેશોએ હાજરી આપી હતી. આમાં યજમાન તરીકે અલ્બાનિયાનો સમાવેશ થતો હતો, જોકે તે યુરોપિયન યુનિયનનો સભ્ય નથી.

Shah Jina
error: Unable To Copy Protected Content!