પ્રખ્યાત આસામી સિંગર ગાયત્રી હજારિકા 44 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા છે. તે કોલન કેન્સર સામે લાંબી લડાઈ પછી 16 મેના રોજ ઝીંદગીથી હારી ગયા. આ હ્રદયસ્પર્શી સમાચાર ગુવાહાટીની નેમકેર હોસ્પિટલમાંથી આવ્યા છે. જ્યાં કલાકારે બપોરે 2: 15 વાગ્યે પોતાનો છેલ્લો શ્વાસ લીધો. તેમના અચાનક અવસાનથી આસામના સાંસ્કૃતિક અને સંગીતને ઊંડો શોક લાગ્યો છે. તેના ચાહકો અને સાથીસિંગર્સ શોક વ્યક્ત કરી શ્રધાંજલિ અર્પિત કરી રહ્યા છે.
ગાયત્રી હજારિકા આસામી મ્યુઝિકનું એક જાણીતું નામ હતું, જેની તેના સુરીલા અવાજ અને ઉત્તમ ગાયક શૈલી માટે પ્રશંસા કરવામાં આવી છે. તેમનો મધુર અવાજ અને આસામી સંગીત માટે ફાળો હંમેશા યાદ રહેશે. તેમના લોકપ્રિય ગીતોમાં “સરા પાતે પાતે ફાગુન નામે…”, “રાતી રાતી મોરે સોણ …” અને “અહાર દરે ઓભોતિ આંતરી ગલા…” શામેલ છે. તેમના ગીતોએ આસામની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યું અને લોકોના હૃદયને સ્પર્શ્યું.
તે છેલ્લા 2 વર્ષથી ગુવાહાટીમાં ગંભીર બીમારી સાથે સંઘર્ષ કરી રહી હતી.આસામમાં જન્મેલા અને ઉછરેલા ગાયત્રી હજારિકા, પરંપરાગત આસામીની ધૂનને સમકાલીન શૈલીથી મર્જ કરવાની તેમની ક્ષમતા માટે જાણીતી હતી. જેને તેનો મોટો ફેન બેઝ ઉભો કર્યો હતો. આસામ સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ તેમના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.કોલન કેન્સરને કોલોરેક્ટલ કેન્સર પણ કહેવામાં આવે છે.
તે એવો કેન્સર છે જે મોટા આંતરડા (કોલન) અથવા ગુદામાર્ગના કોષોથી શરૂ થાય છે. તેના મુખ્ય લક્ષણોમાં પેટમાં દુખાવો, સ્ટૂલ લોહી, ઝાડા અથવા કબજિયાત, અચાનક વજન ગટવું અને થાક જેવા લક્ષણો સામેલ છે. સામાન્ય રીતે આનો ખતરો 50 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં હોય છે.