બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન હાલ તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તેમનો ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથેનો એક રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
તાજેતરમાં ગૌરી આમિરને રિસીવ કરવા માટે મુંબઈ એરપોર્ટ પહોંચી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે આમિર ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે. જ્યારે તે પોતાની કારમાં બેસે છે, ત્યારે તેની ગર્લફ્રેન્ડ ગૌરી પહેલેથી જ કારમાં હાજર હોય તેવું દેખાય છે. કાર પાર્કિંગમાંથી બહાર નીકળતી વખતે, આમિર પ્રેમથી ગૌરીના ખભા પર માથું રાખે છે. અને બંને રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ચાહકો આ કપલની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ ઇમોજીસ સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Ye Aamir Khan beti ki kiss kr rha hai pic.twitter.com/Qm0xJHtrOp
— Aawara (@himanshuk1708) May 17, 2025
જણાવી દઈએ કે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ છેલ્લા દોઢ વર્ષથી ડેટિંગ કરી રહ્યાં છે. આમિરે થોડા સમય પહેલા જ પોતાના 60મા જન્મદિવસ પર તેમના સંબંધની જાહેર જાહેરાત કરી હતી. આમિરે જણાવ્યું હતું કે તે ગૌરીને છેલ્લા 25 વર્ષથી ઓળખે છે, પરંતુ બંનેએ માત્ર દોઢ વર્ષથી જ સંબંધની શરૂઆત કરી છે. આમિર ખાન તેની આગામી ફિલ્મ ‘સિતારેં જમીન પર’ ની રિલીઝને પણ ચર્ચાઓ ચાલી રહી છે.