વાહ..તાજ! તાજમહેલ ખાલી હોય ત્યારે કેવો દેખાય છે? વિદેશી મહિલાએ બતાવ્યો સવારનો સુંદર જાદુઈ નજારો! તેમ પણ જુઓ વીડીઓ

કલ્પના કરો કે તમે તાજમહેલની સામે ઉભા છો,અને તમારી આસપાસ કોઈ જ નથી, ફક્ત સવારનો સુંદર નજારો પક્ષીઓનો કિલકિલાટ સંભળાય છે, તો તમને કેવું ફિલ થશે? સ્વાભાવિક છે કે, તમે કહેશો, કાશ આવું બને.ત્યારે હાલમાં જ કઈક એવું બન્યું બ્રિટનની એક મહિલા સાથે જી,હા એક બ્રિટિશ મહિલાએ તાજમહેલની મુલાકાતનો પોતાનો અનોખો અનુભવ શેર કર્યો છે. ખરેખર, તે મહિલા વહેલી સવારે તાજમહેલ પહોંચી અને ત્યાં તેના સિવાય કોઈ નહોતું. મહિલાએ તેને તેના જીવનનો સૌથી જાદુઈ અનુભવ ગણાવ્યો.


વિશ્વની સાતમી અજાયબીમાંની એક આગ્રામાં આવેલા વિશ્વ વિખ્યાત તાજ મહેલ કે જે પ્રવાસીઓથી ભરચક જ જોવા મળે છે પરંતુ પહેલીવાર સંપૂણ ખાલી જોવા મળ્યો.જણાવી દઈએ કે
બ્રિટનની ટ્રાવેલર ઈન્ફ્લુએન્સર ક્રિસ્ટા જર્મને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહે છે કે તે જ્યારે તાજ મહેલમાં ગઈ ત્યારે ત્યાં કોઈ પ્રવાસી હાજર નહોતું, એટલે તેણે એકલા રહીને તાજ મહેલ જોવાનો ભરપૂર આનંદ લીધો.


પોતાની સફરનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું કે, જ્યારે સપના સાકાર થાય. આ મારા જીવનના સૌથી જાદુઈ અનુભવોમાંનો એક. સવારે 5 વાગ્યે તાજમહેલની આસપાસ એકલા ફરવાથી મને રાજકુમારી જેવો અનુભવ થયો.આ ક્ષણને સ્વપ્ન જેવી ગણાવી. ફક્ત ઉગતા સૂર્યને જોતા પક્ષીઓના જાગવાનો અવાજ. તાજમહેલ સંકુલમાં ફક્ત હું જ. કોઈ ભીડ નહીં, કોઈ અવાજ નહીં. મારા માટે તે એક સ્વપ્ન સમાન. વધુમાં કહ્યું કે તે સવારે 4.45 વાગ્યે તે ત્યાં પહોંચી. તેની સાથે તેમનો માર્ગદર્શક પણ હતો, જેમણે તેમને આ સુવર્ણ તક આપી એટલું જ નહીં, પણ સુંદર ફોટોગ્રાફ્સ પણ લીધા, જેનાથી તેમની સફર વધુ યાદગાર બની ગઈ.હાલ લોકો આ વીડીઓને ખૂબ પસંદ કરી રહ્યા છે ને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Raina
error: Unable To Copy Protected Content!