હવે માત્ર પરંપરાગત કહાનીઓ સિુધી સીમિત ન રહી ગુજરાતી સિનેમા નવા યુગની ફિલ્મો પણ લાવી રહ્યુ છે. આવી જ એક નવી ફિલ્મ આવી રહી છે “સરપ્રાઇઝ”…’સરપ્રાઇઝ’ મૂવી પર એક ગુજરાતી કહેવત બિલકુલ બંધ બસે છે અને એ છે ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચુ નિશાન’…આ ફિલ્મની હિન્દી ફિલ્મ સાથે ટક્કર થઇ શકે એવી બનાવવા માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ડિરેક્ટર સચિન બ્રહ્મભટ્ટે ખૂબ સારો પ્રયાસ કર્યો છે, 117 મિનિટની આ ફિલ્મમાં દર પાંચ મિનિટે દર્શકોને સરપ્રાઇઝ મળશે.
ફિલ્મની સ્ટોરી
ફિલ્મની સ્ટોરી બે ચોરોથી શરૂ થાય છે, જે એક ધનિક ઉદ્યોગપતિના ત્યાંથી ચોરી કરીને ગોવા ભાગે છે. તેઓ એમ વિચારતા હોય છે કે હવે તે ચોરીનો સામાન લઇને નવી જિંદગી શરૂ કરશે પણ રસ્તામાં એક અજાણી વ્યક્તિ સાથે તેમની મુલાકાત થાય છે અને અહીંથી શરૂ થાય છે સરપ્રાઇઝ સરપ્રાઇઝ… ત્રણેય લોકો ગોવા જાય છે. ચોરીથી શરૂ થયેલી સફર ભય અને છેતરપિંડી સુધી પહોંચે છે.
સરપ્રાઇઝથી ભરપૂર ફિલ્મ
ફિલ્મ તેના નામ પ્રમાણે જ દર્શકોને ઉપરા છાપરી સરપ્રાઇઝ આપે છે, ફિલ્મના ટાઇટલ ટ્રેકની કોરિયોગ્રાફી પ્રિન્સ ગુપ્તાએ કરી છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન અનુભવી ફિલ્મમેકર સચિન બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.‘સરપ્રાઇઝ’નું ‘ઝુમે છે ગોરી’ ગીત એક રોમાંચક અને મનોરંજન અપાવતું ગીત છે, જે પ્રેમ અને મસ્તીથી ભરપૂર છે. ગીતમાં હેલી અને વત્સલના અભિનયથી પ્રેમની મીઠાસ અને રોમાંસની ઝલક જોવા મળે છે.
ફિલ્મના લોકેશન્સ
ફિલ્મના લોકેશન્સ સારા છે, ગુજરાતી ફિલ્મો જ્યારે કોમેડી, ફેમિલી ડ્રામા પૂરતી જ સીમિત દેખાઈ રહી છે, ત્યારે અહીં છળ, કપટ, લૂંટ, ચેઝ બધું જ છે. મોટી સ્ક્રીન પર લોકેશન્સ જોવા ગમે એવા છે.
અભિનય
ટારઝન ધ વન્ડર કાર ફેમ એક્ટર વત્સલ શેઠની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. વત્સલ સેઠે આ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યુ છે. અત્યાર સુધી વત્સલે હિન્દી ફિલ્મોમાં જ કામ કર્યુ છે, જો કે તેણે આ ફિલ્મમાં પોતાનું 100% આપી દીધુ છે. વત્સલની જેમ જ હેલી શાહ અત્યાર સુધી હિન્દી ટીવી સિરિયલ્સમાં જોવા મળી છે, અને આ તેની પહેલી ગુજરાતી ફિલ્મ છે. હેલીનો રોલ જરા હટકે છે, જે તેણે પુરી નિષ્ઠાથી નિભાવ્યો છે. વત્સલ અને હેલી સાથે જાનવી ચૌહાણ પણ લીડ રોલમાં છે અને તેણે પોતાના અભિનયથી દર્શકોનું ધ્યાન જરૂર ખેંચ્યુ છે.
હાલના સમયમાં જે ગુજરાતી ફિલ્મો રીલીઝ થઇ રહી છે તે તમામ ફિલ્મોથી આ ફિલ્મ જરા હટકે છે, ભરપૂર સરપ્રાઇઝથી ભરેલી આ ફિલ્મ જેવી ગુજરાતી ફિલ્મ અગાઉ કદાચ બની નથી. જો તમે થ્રિલર ફિલ્મોના શોખીન હોવ તો આ ફિલ્મ મિસ ન કરતા ! ‘સરપ્રાઇઝ’ માત્ર તેના નામ જેટલી જ રહસ્યમય નથી, પણ તે દર્શકો માટે એક અનોખો સિનેમેટિક અનુભવ બની રહે તેવી પૂરી શક્યતા ધરાવે છે.આ ફિલ્મ 16 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
surprise-gujarati-movie-review-thriller-vatshal-seth-helly-shah
સરપ્રાઈઝ ફિલ્મ, ગુજરાતી થ્રિલર, વત્સલ શેઠ, હેલી શાહ, સચિન બ્રહ્મભટ્ટ, ગુજરાતી સિનેમા, ઝુમે છે ગોરી, ગુજરાતી મૂવી રિવ્યુ, 16 મે રિલીઝ, ગોવા, ગુજરાતી ફિલ્મ 2025