પાર્થિવ અને માનસી પારેખ ગોહિલની ‘શુભચિંતક’ – 30 જૂને રિલીઝ, પાર્થિવ ગોહિલે કહ્યું – “લોકોના હૃદયને સ્પર્શે છે આ કહાની”

સસ્પેન્સ, હ્યુમર અને ભાવનાનું પરફેક્ટ મિક્સ છે ગુજરાતી ફિલ્મ ‘શુભચિંતક’, પાર્થિવ ગોહિલે કહ્યુ- “દરેક પ્રોજેક્ટ સાથે અમે એવી કહાનીઓ જણાવી રહ્યા છે જે ખરેખર મહત્વની છે…”

નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ માનસી પારેખ તેની અપકમિંગ ગુજરાતી ડાર્ક કોમેડી થ્રિલર ફિલ્મ ‘શુભચિંતક’ને લઇને હેડલાઇન્સમાં છે. તે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. મરાઠી ઇન્ડસ્ટ્રીના મશહૂર સ્ટાર એક્ટર સ્વપ્નિલ જોશી ‘શુભચિંતક’ સાથે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યા છે. માનસી પારેખ ગોહિલ, સ્વપ્નિલ જોશી સાથે આ ફિલ્મમાં વિરાફ પટેલ, ઈશા કંસારા, દીપ વૈદ્ય અને તુષારિકા રાજ્યગુરુ પણ છે. પાર્થિવ ગોહિલ તેમની ડાર્ક કોમેડી ફિલ્મ ‘શુભચિંતક’ ની રિલીઝ માટે તૈયાર છે, જે 30 જૂને થિયેટરમાં રીલિઝ થવાની છે.

બે દાયકાથી વધુ સમય સુધી સંગીતના માધ્મયથી લોકોના દિલ પર કબ્જો કર્યા પછી પ્રસિદ્ધ સિંગર અને સાંસ્કૃતિક સંરક્ષક પાર્થિવ ગોહિલ સિનેમાની દુનિયામાં એક સાર્થક રસ્તો બનાવી રહ્યા છે. તેમનો દાવો છે કે આ ફિલ્મની કહાની કહેવા પ્રત્યેનો તેમનો ઊંડો જુસ્સો દર્શાવે છે, જે માત્ર દર્શકોનું મનોરંજન જ નથી કરતી પણ તેમની સાથે ભાવનાત્મક રીતે પણ જોડાય છે. સોલ સૂત્રના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘શુભચિંતક’ એક ઝડપી ગતિવાળી થ્રિલર કોમેડી છે.

આ ફિલ્મ સસ્પેન્સ, રમુજી રમૂજ અને ભાવનાત્મક ટ્વિસ્ટથી ભરેલી છે, જે દર્શકોને રોમાંચ અને મનોરંજનથી ભરપૂર કૌટુંબિક અનુભવ આપે છે. પાર્થિવ માટે, દરેક ફિલ્મ તેમની કલા અને અનુભવને નિખારવાની તક છે. પાર્થિવ ગોહિલે કહ્યું, “દરેક પ્રોજેક્ટ દ્વારા, અમે એવી કહાની રજૂ કરી રહ્યા છીએ જે ખરેખર મહત્વપૂર્ણ છે અને લોકોના હૃદયને સ્પર્શે છે. આ ‘સોલ સૂત્ર’નો ઉદ્દેશ્ય પણ છે અને ‘શુભચિંતક’ એ દિશામાં અમારું સુંદર પગલું છે.”

નિસર્ગ વૈદ્ય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જીવનની મુશ્કેલીઓ અને ગૂંચવણોને રસપ્રદ રીતે દર્શાવે છે. ‘સોલ સૂત્ર’ પ્રોડક્શન હાઉસની સ્થાપના પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા કરવામાં આવી છે. આ બેનરના અગાઉના પ્રોજેક્ટ્સમાં હૃદયસ્પર્શી કૌટુંબિક ફિલ્મ ‘ગોળકેરી’, પરેશ રાવલની ‘ડિયર ફાધર’ અને રત્ના પાઠક શાહની પહેલી ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’નો સમાવેશ થાય છે.

નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ માનસી પારેખ પ્રોડ્યુસર હોવાની સાથે સાથે ‘શુભચિંતક’ ફિલ્મની લીડ એક્ટ્રેસ પણ છે. ‘શુભચિંતક’માં પોતાની નવી ભૂમિકા વિશે વાત કરતાં માનસી પારેખે વર્ષોથી ભજવેલા વિવિધ પાત્રો વિશે વાત કરી. તેમણે કહ્યું, “કચ્છ એક્સપ્રેસમાં, મેં એક સીધી સાદી પત્નીની ભૂમિકા ભજવી હતી. ઝમકુડીમાં મેં ગામમાં રહેવાવાળી ડાકણની ભૂમિકા ભજવી હતી. ડિયર ફાધરમાં મેં એક જિદ્દી વહુની ભૂમિકા ભજવી હતી જે તેના સસરાની વાત સાંભળતી નથી.

જો કે, ‘શુભચિંતક’માં મારું પાત્ર થોડું અલગ છે. અહીં, હું એક એવી છોકરીની ભૂમિકા ભજવું છું જે તેના ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે એક અમીર વ્યક્તિને ફસાવે છે. મને હંમેશા વિવિધ પ્રકારની ભૂમિકાઓ કરવી ગમે છે. મેં પહેલાં ક્યારેય આવી ભૂમિકા ભજવી નથી. એક કલાકાર તરીકે આ મારા માટે પડકાર લઇને આવ્યુ છે. મેઘનાનું પાત્ર નિભાવવાનો અનુભવ શાનદાર રહ્યો અને હું આ અવસર માટે ખૂબ આભારી છું.

Shah Jina
error: Unable To Copy Protected Content!