દુઃખદ સમાચાર: કૌસ્તુભ ત્રિવેદી હવે યાદોમાં…ગુજરાતી રંગમંચ ગુમાવ્યું એક અનમોલ રત્ન! દિગ્ગજ કલાકારે દુનિયાને કહ્યું અલવિદા, ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી રંગમંચના દિગ્ગજ કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું અવસાન થયું છે. તેમના અવસાનના સમાચારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં અભિનય અને નિર્માતા તરીકે પોતાની છાપ છોડનાર દિગ્ગજ કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું મુંબઈમાં તેમના નિવાસ સ્થાને 69ની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર સાંભળતા જ તેમના નજીકના મિત્રો કલાકારો તરફથી શોક વ્યકત કરવામાં આવી રહ્યો છે. પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

જે લોકો નાટક ક્ષેત્રે સક્રિય છે તેઓ કૌસ્તુભ ત્રિવેદીથી પરિચિત જ હશે. એક અભિનેતા તરીકે શરૂ કરેલી કારકિર્દી બાદ તેમણે નાટક ક્ષેત્રેમાં ક્યારેય પાછુ વળી ન જોયું.તેમણે અનેક ફેમસ નાટકોમાં કામ કર્યુ હતું. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં કેવટની ભૂમિકા પણ ભજવી હતી. તેમણે કૌસ્તુભ ત્રિવેદીએ એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે તે નાટકના નિર્માણ તરફ વળ્યા હતાં. કૌસ્તુભ ત્રિવેદીએ પપ્પા અમારા પ્રાઈમ મિનિસ્ટર, પપ્પા મારા પ્રેમ ચોપરા જેવા નાટકો આપ્યા છે. આ સિવાય તો તાજેતરના નાટકોની વાત કરીએ તો તેમાં ડિયર ફાધર, ગર્વથી કહો અમે ગુજરાતી છીએ અને આર યા પાર જેવા નાટકો સામેલ છે. ગુજરાતી નાટક ક્ષેત્રે તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.

કૌસ્તુભ ત્રિવેદીનું ગુજરાતી થિયેટરમાં ખૂબ જ મોટું યોગદાન હતું. તેમણે થિયેટરમાં પ્રોડ્યુસર તરીકે 100 કરતા વધુ નાટકો નિર્માણ કર્યા છે અને કેટલાક નાટકોમાં કામ પણ કર્યું છે. આ સાથે તેઓ પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’માં અભિનય માટે પણ જાણીતા હતા. ગુજરાતે આજે એક ધુરંધર થિએટર આર્ટિસ્ટ ગુમાવ્યો છે. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોમાં તેમની ખોટ હમેશા વર્તાશે

Raina
error: Unable To Copy Protected Content!