રાજકોટના જસદણમાંથી એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે. રજાઓમાં મોજ-મસ્તી કરવા અને સ્વિમિંગ પુલમાં ન્હાવાની મજા લેવા ગયેલા કિશોરનું સ્વિમિંગ પુલમાં ગરકાવ થઈ જતા કરૂણ મોત નિપજ્યું છે. તમને જણાવી દઈએ કે, જસદણના આવેલા મહાદેવ રિસોર્ટના સ્વિમિંગ પુલની ડૂબી જવાથી પ્રતિક નામના કિશોરનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જણાવી દઈએ કે ગેરકાયદેસર ચાલતા સ્વિમિંગ પુલે બાળકનો જીવ લીધો છે. મહાદેવ રિસોર્ટને સ્વિમિંગ પુલની પરમિશન નથી છતા સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે. ત્યારે આ બેદરકારીના કારણે એક નિર્દોષ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.અત્રે જણાવીએ કે, વેકેશન માટે દિલ્લીથી પરિવાર આવ્યો હતો. આ દુખદ ઘટના બનતા પરિવારના સભ્યોમાં શોકની લાગણી વ્યાપી છે.
બીજી તરફ આ ગેરકાયદેસર સ્વિમિંગ પુલને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. પરમીશન ન હોવા છતાં શા માટે આ પુલ બનાવ્યામાં આવ્યો, સ્વિમિંગ પુલ બંધ કરવાની કાર્યવાહી કેમ ન થઈ? તંત્રએ આ ઘટનાની નોંધ લીધી છે કે નહિં? તંત્ર રિસોર્ટ સામે કાર્યવાહી કરશે ખરા કે પછી હોતા હૈ ચલતા હૈ જેવુ જ જોવા મળશે. હાલ ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.