ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવા વિષય સાથેની થ્રિલર ફિલ્મ રિલીઝ થઈ છે, જેનું નામ છે ‘શુભચિંતક’. પાર્થિવ ગોહિલ અને માનસી પારેખના બેનર સોલ સૂત્ર હેઠળ નિર્મિત આ મલ્ટી-સ્ટારર ફિલ્મથી મરાઠી ફિલ્મોના લોકપ્રિય એક્ટર સ્વપ્નિલ જોશી ગુજરાતી સિનેમામાં પોતાનું ડેબ્યૂ કરી રહ્યા છે.
ડાર્ક કોમેડી થ્રિલર આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં માનસી પારેખ, ઈશા કંસારા, વિરાફ પટેલ, તુષારિકા રાજગુરુ, દીપ વૈદ્ય અને મેહુલ બુચ જેવા પ્રતિભાશાળી કલાકારો છે.ફિલ્મનું દિગ્દર્શન નિસર્ગ વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું છે, અને ધવલ ઠક્કર કો-પ્રોડ્યૂસર છે. શુભચિંતક સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે, અને શુરુઆતથી જ દર્શકો તરફથી તેનું ઉદાર સ્વાગત થઈ રહ્યું છે.
ફિલ્મની કહાની
શુભચિંતક એક ક્રાઈમ થ્રિલર ડ્રામા છે, જેમાં મેઘના નામની યુવતી અને તેના બે સાથીદારો એક વ્યક્તિ (સંજય) સામે બદલો લેવા માટે હની ટ્રેપની યોજના બનાવે છે. ફિલ્મમાં હાસ્ય અને નૈતિક સંઘર્ષો સાથે કથાવસ્તુ આગળ વધે છે, જે દર્શકોને વિચાર કરવા માટે મજબૂર કરે છે .
અભિનય અને નિર્માણ
સ્વપ્નિલ જોશીએ આ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યુ છે, અને તેમની સાથે માનસી પારેખ, વિરાફ પટેલ અને દીપ વૈદ્યનો અભિનય પણ પ્રશંસનીય છે. ફિલ્મનું નિર્માણ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે કર્યું છે, અને સંગીત મનોજ કૃષ્ણાએ આપ્યું છે .
View this post on Instagram
જો તમને થ્રિલર, ડ્રામા અને હાસ્ય સાથેની ફિલ્મો પસંદ હોય, તો શુભચિંતક તમારા માટે યોગ્ય પસંદગી છે. ફિલ્મની કથાવસ્તુ, અભિનય અને નિર્માણ ગુણવત્તા દર્શકોને મનોરંજન સાથે વિચાર કરવા માટે પણ મજબૂર કરે છે. ફિલ્મ શુભચિંતક 30 મે, 2025ના રોજ રિલીઝ થઈ ગઇ છે અને તેને દર્શકો અને સમીક્ષકો બંને તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.