વાઘને ફ્લાવર સમજી રહ્યો હતો, પણ ફાયર નીકળ્યો… ! થાઇલેન્ડમાં ભારતીય યુવક પર વાઘે હુમલો કર્યો, જુઓ

થાઈલેન્ડના ફુકેતમાં એક ભારતીય પ્રવાસી પર વાઘે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. અહીંના પ્રખ્યાત ટાઇગર કિંગડમમાં વાઘ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહેલા યુવક પર વાઘે હુમલો કર્યો. હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આનો વીડિયો વાયરલ થયો છે. ઘણા લોકો આવા વિસ્તારોમાં સલામતી પ્રોટોકોલ અને પ્રાણીઓની સલામતી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

25 સેકન્ડના આ વીડિયોમાં એક માણસ વાઘ સાથે ચાલતો જોવા મળે છે. પછી તે વાઘ સાથે ફોટો લેવાનો પ્રયાસ કરે છે. તે જ ફ્રેમમાં, એક ટ્રેનર વાઘને બેસાડવા માટે લાકડીનો ઉપયોગ કરતો પણ જોવા મળે છે. પરંતુ વાઘ આક્રમક બની જાય છે અને માણસ પર હુમલો કરે છે. આ દરમિયાન યુવકની ચીસો સંભળાય છે.

સોશિયલ મીડિયા પર કમેન્ટ વિભાગમાં ઘણા લોકોએ ચિંતા વ્યક્ત કરી અને વિચાર્યું કે શું તે માણસ ઠીક છે ? કેટલાક લોકોએ ભવિષ્યમાં આવું કંઈક ન બને તે માટે વધુ સારા સલામતી પગલાંની માંગ કરી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે માણસ બચી ગયો, ત્યારે વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિએ કહ્યું, “હા, જાહેર છે, થોડી ઘણી ઇજા પહોંચી છે.” જો કે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતુ.

Shah Jina
error: Unable To Copy Protected Content!