ઘણીવાર લોકો માને છે કે એર હોસ્ટેસનું કામ ફક્ત મુસાફરોની સેવા પૂરી પાડવાનું છે, પરંતુ તે સાચું નથી. એર હોસ્ટેસ પાસે સુરક્ષા સંબંધિત ઘણી જવાબદારીઓ પણ હોય છે અને તેમને આ માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. જ્યારે વિમાન શરૂ થાય છે, ત્યારે તેને ટેક-ઓફ માટે લીલો ઝંડો પણ એર હોસ્ટેસ દ્વારા આપવામાં આવે છે, જેમાં ફ્લાઇટનો ગેટ બંધ કરવાનો પણ સમાવેશ થાય છે.
બધા મુસાફરો વિમાનમાં ચઢી ગયા પછી એર હોસ્ટેસ જ વિમાનનો ગેટ બંધ કરે છે, જે ખૂબ જ ટેકનિકલ અને મુશ્કેલ કાર્ય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક એર હોસ્ટેસ પ્લેનનો ગેટ બંધ કરી રહી છે. આ વાયરલ વીડિયોમાં, એક ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા ગેટ કેવી રીતે બંધ કરવામાં આવે છે અને કેટલા લોક લગાવ્યા પછી પ્લેનનો એક ગેટ બંધ થાય છે તે વીડિયોમાં જોઇ શકાય છે.
વીડિયોમાં જોવા મળે છે કે એરહોસ્ટેસ પહેલા ગેટ ખેંચીને બંધ કરે છે અને પછી તેને ત્રણથી ચાર વાર લોક કરે છે. આ સાથે તે ગેટને સારી રીતે તપાસે છે કે કોઈ સમસ્યા છે કે નહીં અને ગેટ સંપૂર્ણપણે બંધ છે કે નહીં.