લ્યોબોલો..ગયા હતા હનીમૂન મનાવવા, ટ્રિપના છેલ્લા દિવસે થાઈલેન્ડમાં થઈ ગયો કાંડ, જવું પડ્યું પોલીસ સ્ટેશન! કારણ જાણી તમને પણ લાગશે નવાઈ
આજકાલ ભારતના લોકો હનીમૂન મનાવવા માટે શિમલા-મનાલી છોડીને વિદેશની શેર વળવા લાગ્યા છે. દરેક પોતાનો હનીમૂન યાદગાર બનાવવા માંગે છે. પછી તે સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, કોઈ માલદીવ જાય છે તો કોઈ થાઈલેન્ડમાં. પરંતુ વિદેશમાં જાણકારીના અભાવમાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. આવું જ કઈક બન્યું આ કપલ સાથે. મહિલા ખરાબ રીતે ફસાઈ ગઈ અને તેને પોલીસ સ્ટેશન જવું પડ્યું. કારણ જાણીને તમને પણ આશ્ચર્યચકિત થશે.
મહિલાએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @Lyf_of_Pri પર આ સેલ્ફી વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે , ‘મારી લાઈફ સ્મૂથ જઈ રહી હોય અને કોઈની નજર ન લાગે, એવું તો થઈ જ નહીં શકે. થાઈલેન્ડમાં પણ મને પોલીસ સ્ટેશન જવું પડી રહ્યું છે.’ પછી તે પોતાની ભાડાની સ્કૂટી બતાવે છે. પછી કહે છે કે, આ દેશમાં જે પણ કાયદા છે, ઓછામાં ઓછું તે કોઈ બિલબોર્ડ પર લખો ને. અમને કેવી રીતે ખબર પડશે કે અહીં કયો નિયમ છે.
મહિલાએ આગળ કહ્યું કે એક તો અહીં પર એટલી ગરમી છે. પછી 1 કિલોમીટર પગપાળા ચાલવું પડી રહ્યું છે. આજે સવારે જ મને મારા પતિએ વહેલા ઉઠાડી દીધી અને કહ્યું કે આજનો દિવસ બચ્યો છે, આખું ફુકેટ એક્સપ્લોર કરીશું. મહિલા ગુસ્સામાં કહે છે કે, લો જી હવે અમે કરી રહ્યા છીએ ફુકેટ એક્સપ્લોર, ચાલી રહ્યા છીએ ગરમીમાં. પછી મહિલા પોલીસ સ્ટેશન તરફ ઈશારો કરે છે અને બતાવે છે કે તે અહીં પહોંચી ગઈ. મહિલાએ પછી બતાવ્યું કે તેની ગાડી પર 500 બાથ એટલે કે લગભગ 1 હજાર રૂપિયાનું ચલણ કપાયું છે. તે પણ એક નાની ભૂલ માટે.
View this post on Instagram
હકીકતમાં મહિલાએ ઘણી બાઈકસની પાસે પોતાની સ્કૂટી પાર્ક કરી દીધી હતી, પરંતુ સ્કૂટીની સામે એક નિશાન હતું. આ નિશાન નો પાર્કિંગનું હતું. પરંતુ મહિલાને આ વિશે જાણ નહોતી. તેથી તેની ગાડીનું ચલણ કાપી નાખ્યું.મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને લોકો કમેન્ટ કરી રહ્યા છે.કોમેન્ટ્સ બોક્સમાં એકે લખ્યું કે, આ વાતની જાણ નહોતી, પરંતુ આ વીડિયોને જોયા બાદ એટલી ખબર પડી ગઈ છે કે, જ્યારે પણ વિદેશમાં જાવ તો તેના કાયદા-નિયમો વિશે જાણી લેવું જોઈએ