વાત જ્યારે હોટ અને બોલ્ડ ફોટોશૂટ કરાવાની હોય ત્યારે બૉલીવુડની એક અભિનેત્રીનું નામ ચોક્કસથી ટોપમાં આવે છે અને તે અભિનેત્રી છે ઉર્વશી રૌતેલા. ઉર્વશીની ફિલ્મો ભલે ચાલે કે ના ચાલે પણ તેની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી ધૂમ મચાવી દે છે. બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા જેને બ્યુટી ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉર્વશી રૌતેલા અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તે પોતાના લુકને લઈને તો ક્યારેક તેની સ્ટાઈલને લઈને. તેની ફેશન સેન્સ કમાલની છે. રોજ-રોજ પોતાની સાથે જોડાયેલી અપડેટ ફૅન્સ સાથે શૅર કરતી રહે છે.અનેકવાર તો ફની વીડિયોઝ ફણ શૅર કરતી રહે છે. સોશિયલ મીડિયા અકાઉન્ટ એની સુંદર અને ગ્લેમરસ ફોટોઝથી ભરાયેલું છે. સતત બોલ્ડ અને સેક્સી તસવીરો ઉર્વશી ફૅન્સ સાથે શૅર કરતી રહે છે. સોશિયલ મીડિયા સિવાય રિયલ લાઈફમાં પણ તે બોલ્ડ અંદાજમાં જોવા મળતી હોય છે. તાજેતરમાં જ મુંબઈના એરપોર્ટ પર ફ્લોરલ ડ્રેસમાં તે જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે ઉર્વશી અભિનેત્રીની સાથે-સાથે એક સારી મોડલ અને ડાન્સર પણ છે. ઉર્વશીના સેક્સી અને કિલર લૂકને કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે. ત્યારે આ તસવીરોમાં ઉર્વશી રૌતેલાનો ક્યૂટ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે અને તેઓ તેના વખાણ કરતા થાકતા નથી.