જો તમે પણ OTT પ્લેટફોર્મ પર ફિલ્મો જોવાના શોખીન છો, તો એક શાનદાર ફિલ્મ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આ ફિલ્મ જોવાની તમને મજા આવશે. જો તમે તમારા જીવનસાથી સાથે ફિલ્મ જોવા માંગતા હો, તો આ ફિલ્મ પરફેક્ટ છે. આ એક રોમેન્ટિક, હોરર અને થ્રિલર ફિલ્મની સાથે સાથે બોલ્ડ અને રોમેન્ટિક પણ છે.
આ ફિલ્મનું નામ ‘ચતુરમ’ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ સાઇના પ્લે પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી અને દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ ભારતન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તમને રોશન મેથ્યુ, એલેન્સિયર લે લોપેઝ જેવા ઘણા કલાકારો જોવા મળશે.
ફિલ્મ જોવાનું શરૂ કરતાની સાથે જ એક કલાકમાં ફિલ્મની કહાની સંપૂર્ણપણે બદલાઈ જશે. તમને ફિલ્મની કહાની ખૂબ ગમશે. કહાનીમાં તમે જોશો કે એક ઉદ્યોગપતિ તેની પહેલી પત્નીને છોડીને ગયા પછી બીજા લગ્ન કરે છે. થોડા સમય પછી તે અકસ્માતમાં ઘાયલ થાય છે અને પથારીવશ થઈ જાય છે.
જે પછી કેયરટેકરની ઘરમાં એન્ટ્રી થાય છે અને પછી બીજી પત્ની અને કેરટેકર વચ્ચે નિકટતા વધવા લાગે છે અને પછી તેઓ પ્રેમમાં પડે છે. આ ફિલ્મની કહાની વાસ્તવિક જીવનની ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મની રસપ્રદ કહાની તમને ગમશે. આ ફિલ્મ એક રોમેન્ટિક થ્રિલર છે જે બોલ્ડ ખ્યાલોથી ભરેલી છે જે તમને ખૂબ આકર્ષિત કરશે.
ફિલ્મમાં તમને ઘણા ઇંટીમેટ સીન્સ જોવા મળશે. આ ફિલ્મ ફક્ત 2 કલાકની જ છે. જો કે એકવાર ફિલ્મ શરૂ થઈ જસે પછી તેને વચ્ચે છોડવાનું મન નહિ થાય. આમાં તમને રોમાંસ, થ્રિલર અને હોરર બધું એકસાથે જોવા મળશે. આ ફિલ્મને IMDb દ્વારા 6.2 રેટિંગ આપવામાં આવ્યું છે.