પક્ષી સમજી મગરે દબોચી લીધુ ડ્રોન, પછી જે થયુ તે…વીડિયો જોઇ હેરાન લોકો; જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની કોઈ કમી નથી, પરંતુ કેટલાક એવા વીડિયો હોય છે જે આપણને ચોંકાવી દે છે. હાલમાં જ ઈન્ટરનેટ પર આવો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મગરે અચાનક પાણીની ઉપર ઉડતા ડ્રોન પર હુમલો કર્યો હતો. આ વીડિયોએ માત્ર યુઝર્સને જ આશ્ચર્યચકિત નથી કર્યા પરંતુ અલગ અલગ પ્રતિક્રિયાઓનો પણ સિલસિલો શરૂ કરી દીધો.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો તળાવની ઉપર ડ્રોન ઉડાવી રહ્યા હતા. ડ્રોન પાણી પર ફરતું હતું, ત્યારે અચાનક પાણીની નીચેથી એક મોટો મગર બહાર આવ્યો અને ડ્રોનને કદાચ પક્ષી સમજી એક જ ઝાટકે જડબામાં લઇ લીધુ. જો કે આ સમયે ડ્રોનની બેટરી ફાટી ગઈ,અ ને તેના કારણે ઘણો ધુમાડો ફેલાઈ ગયો. પરંતુ આ વિસ્ફોટની મગર પર કોઈ અસર થઈ નહિ. તેણે ડ્રોનને ચાવવાનું ચાલુ રાખ્યું અને ગળી ગયો.

ત્યાં હાજર લોકોએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી અને સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો, જે ઝડપથી વાયરલ થઈ ગયો. અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને સેંકડો લોકોએ લાઈક કર્યો છે. યુઝર્સ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!