પ્રેમાનંદ મહારાજને મળ્યા બાદ સાસરે પહોંચ્યો વિરાટ કોહલી, અકાય પર નાનીએ લૂંટાવ્યો પ્રેમ- જુઓ વીડિયો

અનુષ્કા અને વિરાટ બંને બાળકો સાથે પહોંચ્યા ઘરે, કોહલીની સાસુએ અકાય પર વરસાવ્યો પ્રેમ- પાછળ ઊભી જોતી રહી વામિકા

અનુષ્કાના ખોળામાં અકાય, નાનીએ નાતી પર લૂંટાવ્યો પ્રેમ- જોતી જ રહી ગઇ વામિકા- જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને તાજેતરમાં કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજના આશ્રમમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. જો કે હવે કપલ તેમના પરિવાર સાથે વેકેશન પર ગયુ છે. એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે જેમાં કોહલી પરિવારની ઝલક જોવા મળે છે.

વીડિયોમાં અનુષ્કાના ખોળામાં અકાય જોઈ શકાય છે, જે સફેદ ટી-શર્ટ અને ગ્રીન પેન્ટમાં છે. વામિકા તેની માતા પાસે ઉભી છે અને તેના નાના ભાઈ તરફ જોઈ રહી છે. સફેદ ફ્રોક પહેરેલી નાનકડી છોકરી ખૂબ જ જિજ્ઞાસુ અને શાંત લાગે છે. આ વીડિયોમાં વિરાટ કોહલી પણ જોવા મળે છે. વીડિયોમાં અનુષ્કાની માતા પણ જોવા મળી રહી છે.

અકાયને જોઈને તે ખુશીથી કૂદી પડે છે અને તેના પર ખૂબ પ્રેમ વરસાવે છે. આ દરમિયાન વામિકા જોતી રહે છે. વિરાટ અને અનુષ્કા તેમના બાળકો વિશે ખૂબ જ પ્રાઇવેટ છે, પણ કેટલીક ઝલક એવી છે જે ચાહકોને ખૂબ ગમે છે. ગયા વર્ષે કોહલીના જન્મદિવસ પર અનુષ્કાએ ક્રિકેટરનો એક ખાસ ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે વામિકા અને અકાય સાથે જોવા મળ્યો હતો.

જોકે, વિરાટ અને અનુષ્કાએ હજુ સુધી તેમના બાળકોના ચહેરા દુનિયા સમક્ષ જાહેર કર્યા નથી. બીજી પ્રેગ્નેંસી દરમિયાન પણ અનુષ્કા લોકોની નજરથી દૂર રહી. તેમના જીવનના તે તબક્કાનો એક પણ ફોટો મીડિયામાં આવ્યો નથી, લોકોને અકાયના જન્મ પછી ખબર પડી. અનુષ્કા અને વિરાટ કોહલીએ ઘણી વાર પેપરાજીને તેમના બાળકોના ફોટા ન લેવા વિનંતી કરી છે.

તેમની ઇચ્છાઓને માન આપીને, ભારતીય મીડિયાએ મોટાભાગે તેમનું પાલન કર્યું છે, અને કપલ તરફથી તેમના સહકાર માટે ભેટો પણ મેળવી છે. અનુષ્કા અને વિરાટે 2017 માં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા અને 2021 માં પુત્રી વામિકાનું સ્વાગત કર્યું, જ્યારે ફેબ્રુઆરી 2024માં પુત્ર અકાયનું તેમના જીવનમાં સ્વાગત કર્યુ.

Shah Jina
error: Unable To Copy Protected Content!