‘પિતા એ મારા માટે કામ છોડ્યું..14 વર્ષનો ‘વંડર બોય’ વૈભવ સુર્યવંશીએ જીત્યા સૌ કોઈના દિલ, ક્રિકેટજગતમાં કરી કમાલ! જણાવી તેના સંઘર્ષની કહાની..
IPL 2025માં એક ખેલાડીએ ઈતિહાસ રચ્યો હતો. આ ખેલાડીનું નામ વૈભવ સૂર્યવંશી..માત્ર 14 વર્ષની ઉંમરે વૈભવે વિસ્ફોટક બેટિંગ કરી માત્ર 35 બોલમાં સદી ફટકારી છે અને તે પણ તેની ત્રીજી જ IPL મેચમાં. 14 વર્ષનો ‘વંડર બોય’ વૈભવ સુર્યવંશીએ આક્રમક બેટિંગની નવી વ્યાખ્યા આપી છે. તેણે IPLમાં શતક ફટકારીને સૌથી યુવાન બેટ્સમેન બનવાનો ખિતાબ જીત્યો છે.

હવે સદી ફટકાર્યા બાદ તેણે કહ્યું, “ખુબ જ સારું લાગી રહ્યું છે. આ મારી ત્રીજી ઈનિંગ છે અને IPLમાં મારું પહેલું શતક છે. છેલ્લાં ત્રણથી ચાર મહિનાથી હું આ માટે મહેનત કરી રહ્યો હતો અને આજે તેનું પરિપૂર્ણ પરિણામ મળ્યું છે. હું મેદાનને વધારે જોતો નથી, બસ બૉલ પર ધ્યાન રાખું છું.“IPLમાં શતક ફટકારવું એ સપનાં જેવું છે.” જ્યારે પૂછવામાં આવ્યું કે શું હવે બોલરો તેને નિશાન બનાવશે તેવી બીક છે? ત્યારે તેણે કહ્યું, “ના, કશી બીક નથી. હું એ વિષે વિચારતો પણ નથી, બસ રમવા પર ફોકસ કરું છું.”

વૈભવ એ તેના સંઘર્ષની કહાની જણાવી કહ્યું કે કેવી રીતે તેના માતા-પિતા એ તેને ક્રિકેટર બનાવવા માટે મહેનત કરી છે. એક પિતા પોતાના બાળકને સફળ બનાવવા માટે ગમે તે કરે છે. પિતાની ઈચ્છા હોય છે કે તેનું બાળક તેનાથી આગળ વધે. વૈભવ સૂર્યવંશીના પિતા સંજીવ સૂર્યવંશીનો પણ આવો જ વિચાર હતો. વૈભવના પિતા વ્યવસાયે ખેડૂત છે, પરંતુ તેમના પુત્રને ક્રિકેટર બનાવવાનું સપનું હતું.બિહારના સમસ્તીપુર જિલ્લાના નાના ગામ તાજપુર બ્લોકના રહેવાસી વૈભવના પિતા ખેતીકામ કરતા હતા. સમસ્તીપુર જેવા નાના શહેરમાં ક્રિકેટ જેવી રમત માટે સારી તાલીમ અને કોચિંગની સુવિધા ઉપલબ્ધ નહોતી.

વૈભવ સૂર્યવંશી માત્ર 14 વર્ષનો છે. વૈભવ જે રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઈન્ટરનેશનલ લેવલના બોલરોને પછાડી રહ્યો છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વૈભવ પાસે હજુ ઘણો સમય છે. ત્યારે એમ કહી શકાય કે વૈભવ માટે તેની સૌથી મોટી મૂડી, જમીન વેચવાનું તેના પિતાએ લીધેલું જોખમ સફળ રહ્યું.કહ્યું, “હું જે પણ છું તે મારા માતા-પિતાના કારણે છું, મારા માતા સવારે 2 વાગ્યે ઉઠે છે, તે રાતના 11 વાગ્યે સૂવે છે અને ત્રણ કલાક જ ઊંઘ કરે છે. પછી મારા માટે ભોજન બનાવે છે. મારા પિતાએ કામ છોડી દીધું છે, મારો મોટો ભાઈ પિતાનું કામ સાંભળી રહ્યો છે. ઘણી મુશ્કેલીઓથી અમારું ઘર ચાલી રહ્યું છે. પરંતુ મારા પિતા મને કહ્યા રાખે છે કે તું કરી લઈશ. તો ભગવાન જુએ કે મહેનત કરનારને ક્યારેય અસફળતા નથી મળતી. જે પણ પરિણામ દેખાઈ રહ્યું છે, હું સફળ થઈ રહ્યો છું તો મારા માતા-પિતાના કારણે જ છે.”

રાજસ્થાનની ટીમમાં સામેલ થવા પર ક્રિકેટરે કહ્યું, “હું ટ્રાયલ્સમાં ગયો હતો ત્યાં વિક્રમ સર અને અમારા મેનેજર રોમી સર હતા. મેં ટ્રાયલ્સમાં સારી બેટિંગ કરી હતી તો રોમી સરે મને કહ્યું અમે તને અમારી ટીમમાં લેવાનો પ્રયાસ કરીશું. હું જ્યારે ટીમમાં આવ્યો ત્યારે સૌથી પહેલા તેમનો ફોન આવ્યો અભિનંદન આપ્યા, પછી રાહુલ સર સાથે વાત કરાવી.”
He announced his arrival to the big stage in grand fashion
It’s time to hear from the 14-year old ✨
Full Interview -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2
— IndianPremierLeague (@IPL) April 29, 2025
વૈભવે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વૈભવ આ લીગમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે ભારતના યુસુફ પઠાણને પાછળ છોડી દીધો છે. વૈભવને IPL મેગા ઓક્શનમાં રાજસ્થાનની ટીમે 1.1 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને ખરીદ્યો હતો. વૈભવે જે રીતે ગુજરાત ટાઇટન્સના બોલરોને ધોયા છે તે જોઈને સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા દિગ્ગજો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. અને આજે વૈભવ સૂર્યવંશી ક્રિકેટમાં છવાઈ રહ્યો છે