ભરૂચના BAPS મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ખોટી માહિતી આપનાર શખ્સ ઝડપાયો, બદલો લેવા ઘડ્યું હતું કાવતરું

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ હતી. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બેવાર કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી મંદિરમાં તપાસ કરી હતી અને પરંતુ કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.


પોલીસના જણાવ્યા અનુસાર ભરૂચના સ્વામિનારાયણ મંદિરને બોમ્બ વડે ઉડાવી દેવાના ધમકીભર્યા ફોન બે વાર આવ્યા હતા. જેને લઇને પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરીના સમયમાં જ પોલીસે ધમકી આપનાર તોસિફ આદમ પટેલ નામના યુવકની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી લીધી છે.અંતે સર્વેલન્સ ટીમે મોબાઈલ ટ્રેસિંગના આધારે શંકાસ્પદ ઈસમને ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપી તૌસીફ આદમ પટેલે પૂછપરછમાં કબૂલાત આપી હતી

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી યુવકે પોતાના પરિવારિક ઝઘડામાં તેના ભાઇ અને બનેવીને ફસાવવા આ સમગ્ર કાવતરૂ ઘડ્યું હતું. તેણે ધમકીભર્યો ફોન દહેજ બાયપાસ રોડ પરથી કર્યો હતો. તોફિસે સ્વિકાર્યું હતું કે મંદિરમાં કોઇ બોમ્બ નથી તેને માત્ર બીજાને ફસાવવા માટે આ કોલ કર્યા હતો. આ કોલ દહેજ બાયપાસ રોડ પરથી કરવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં B.N.S કલમ 217 અને 353 (2) હેઠળ ગુનો નોંધ્યો છે

Raina
error: Unable To Copy Protected Content!