ભયાનક દુર્ધટના: સ્લીપર બસમાં લાગી આગ, પાંચ મુસાફરો જીવતા ભૂંજયા, અનેક ઘાયલ; જુઓ તસવીરો

ઉત્તર પ્રદેશના લખનૌમાં કિસાન પથ પર ભયાવહ અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલ બસમાં ભીષણ આગ લાગી. ભીષણ આગ દુર્ઘટનામાં 5 લોકો જીવતા ભૂંજયા,હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 60 મુસાફરોને લઈને સ્લીપર બસ બિહારના બેગુસરાયથી દિલ્હી જઈ રહી હતી તે દરમિયાન આ દુર્ધટના સર્જાઇ હતી. આગ દુર્ઘટનામાં 2 બાળકો સહિત 5ના મોત થયા જેમાં 2 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. લખનૌમાં મોહનલાલગંજ નજીક આઉટર રિંગ રોડ પર સવારે 5 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. મુસાફરોના જણાવ્યા મુજબ, ચાલતી બસ અચાનક ધુમાડાથી ભરાવા લાગી, જેના કારણે ગભરાટ ફેલાયો. થોડીવારમાં જ આગની તીવ્ર જ્વાળાઓ વધવા લાગી.

આગની ઘટના બનતા જ બસ ડ્રાઈવર અને કંડક્ટર બસ છોડીને નાસી છૂટયા હતા. ડ્રાઇવરની સીટ પાસે વધારાની સીટ હોવાથી મુસાફરોને નીચે ઉતરવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યાંથી ઉતરતી વખતે ઘણા મુસાફરો ફસાઈ ગયા અને પડી ગયા. આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી.પોલીસ, ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે કે, બસમાં આગ લાગતાં ઈમરજન્સી ગેટ લૉક થઈ ગયો હતો. જેના લીધે પાછળ બેઠેલા લોકો આગમાં ફસાયા હતા. તેઓ બહાર નીકળવામાં નિષ્ફળ રહેતાં આગની ઝપેટમાં આવી ગયા હતાં.

ઘટનામાં બે બાળકો, બે મહિલા અને બે પુરૂષો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. બસમાં પાંચ-પાંચ કિલોના સાત ગેસ સિલિન્ડર પણ હતા, જોકે એક પણ સિલિન્ડર ફાટ્યો નહીં. પરંતુ આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ 1 કિલોમીટર દૂરથી પણ દેખાતી હતી. અકસ્માત બાદ બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર બસ ડ્રાઈવર અને કન્ડકટરને શોધવા તજવીજ હાથ ધરી છે.

Raina
error: Unable To Copy Protected Content!