મનોરંજન

રામાયણની સીતાનો જૂનો વિડીયો થયો વાયરલ: “કહ્યું મારે રામ જેવો પતિ નથી જોવત, કારણ કે હું સીતા….”

ટીવી ઉપર શરુ થેયેલું રામાયણ ફરી એકવાર ધૂમ મચાવી રહ્યું છે, સોશિયલ મીડિયાથી લઈને સમાચાર સુધી બસ રામાયણની જ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે રામાયણમાં અભિનય કરનાર અભિનેતાઓ પણ આંખોની સામે આવીને ઉભા રહી જાય છે. 30 વર્ષ પછી રામાયણનું પુનઃ પ્રસારણ દર્શકોમાં ઉત્સાહ જાગવી રહ્યો છે ત્યારે રામાયણમાં સીતાનો અભિનય કરતી અભિનેત્રી દીપિકા ચિખલિયાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તે લગ્ન વિશે વાત કરતી જોવા મળે છે.

Image Source

દીપિકા ચીખલીયાની ઉંમર આજે 54 વર્ષની છે જયારે તેમને રામાયણમાં અભિનય કર્યો ત્યારે તેમને દર્શકોમાં એક અલગ નામના મેળવી હતી, જાહેર જીવનમાં પણ તેમને લોકો પૂજનીય માનતા હતા, પગે લાગતા હતા. તેમને ગુજરાતી બિઝનેસમેન હેમંત ટોપીવાળા સાથે લગ્ન કર્યા છે. અને આજે તેમની બે દીકરીઓ પણ છે નિધિ અને જુહી.

Image Source

પરંતુ જયારે દીપિકા સફળતાનાં પાથ ઉપર આગળ હતા અને રામાયણ બાદ તેમના લગ્ન વિશે જયારે પૂછવામાં આવ્યું કે “શું તમે ઈચ્છો છો કે તમને રામ જેવો પતિ મળે? ‘ ત્યારે તેનો જવાબ આપતા દીપિકાએ જણાવ્યું હતું કે: “દરેક છોકરી ઈચ્છે છે કે તેને સારો પતિ મળે, રામ જેવો પતિ મળે, પરંતુ હું પોતે જ જાણું કે હું સીતા જેવી નથી તો પછી રામ જેવા પતિની આશા કેવી રીતે રાખી શકું?”

તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઇ રહ્યો છે અને તેમે તે એમ પણ કહેતા નજરે આવે છે કે “કદાચ હું એવી આશા પણ રાખી લઉં કે મને રામ જેવો પતિ મળે, પરંતુ મને ક્યાં એવો પતિ મળશે? અને આ વાતો હું અત્યારે શું કામ કરું કારણ કે લગ્નના વિચારો અત્યારે સહેજ પણ દિમાગમાં નથી, હજુ બીજા 4-5 વર્ષ છે માટે હું રામની શોધ 4 વર્ષ પછી કરીશ.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.