સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ નું ટ્રેલર 6 જુલાઈએ રિલીઝ થયું છે. લોકોને ટ્રેલર ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ટ્રેલરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ખરેખર, ‘દિલ બેચારા’નું ટ્રેલર યુટ્યૂબ પર માત્ર 98 મિનિટમાં 1 મિલિયન લાઈક્સને પાર કરનાર વિશ્વનો પહેલો વીડિયો બની ગયો છે. આ લખાય છે ત્યાં સુધીમાં આ ટ્રેલરને 4.7 મિલિયન લાઇક્સ મળી ચુકી છે.
View this post on Instagram
ફિલ્મ ‘દિલ બેચરા’ ના ટ્રેલરની રાહનો નો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં જ 55 હજાર લાઈક્સ મળી ચૂકી છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર ટ્રેલર ને લઈને લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા ફિલ્મ ‘દિલ બેચરા’ થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંઘી ઉપરાંત સૈફ અલી ખાન અને સ્વસ્તિક મુખર્જી પણ છે. આ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ નું હિન્દી એડોપશન છે. આ ફિલ્મ 24 જુલાઈએ ડિજિટલી રિલીઝ થશે.
View this post on Instagram
જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ ફેન્સની માંગ હતી કે તેમના પ્રિય કલાકારની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ મોટા પડદે રજૂ કરવામાં આવે, પરંતુ કોરોના વાયરસના રોગચાળાને કારણે તે શક્ય થઈ શક્યું નહીં.
View this post on Instagram
ફિલ્મના ટ્રેલરમાં કીઝી (સંજના સંઘી) કેન્સરથી પીડિત દેખાઈ રહી છે, જે મન્ની (સુશાંત સિંહ રાજપૂત) ના પ્રેમમાં પડે છે. ફિલ્મના ટ્રેલરમાં સુશાંત અને સંજનાની કેમિસ્ટ્રીનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટ્રેલરના દરેક સીનમાં ભાવના છે, જે હૃદયને સ્પર્શે છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતની જબરદસ્ત એક્ટિંગ અદભૂત લાગે છે, સંજના સંઘીએ કીઝીની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી હતી.
જુઓ ફિલ્મનું ટ્રેલર
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.