જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે વૈવાહિક-જીવન

વાંચો દીકરી અને વહુમા કેટલો ફેર? આ લેખ વાંચ્યા પછી કોઈ દીકરી જીવનભર નહિ થાય દુઃખ એની ગેરંટી

જ્યારે કોઈના ઘરે દીકરી જન્મે છે. ત્યારે તે કોઈને બહેન બને છે. કોઈની ફોઇ તો કોઈની માસી બને છે. જ્યારે લગ્ન થાય છે ત્યારે કોઈના ઘરની વહુ બને છે પત્ની બને છે. ભાભી બને છે નણંદ બને છે. વ્યક્તિ તો એક જ છે. પરંતુ તેનામાં પરિવર્તન આવે છે એટલા માટે તેનામા ફર્ક જોવાનું ચાલુ થાય છે.

Image Source

દરેક માતા-પિતાનું સપનું હોય છે. કે મારી દીકરી સૌથી વધારે ભણે અને તેને સારું ઘર પરિવાર અને સારો કમાતો છોકરો મળે. કારણ કે દુનિયાના દરેક મા-બાપ એક જ વસ્તુ વિચારે છે કે અમારે જે પરિસ્થિતિ જોવી પડી છે તે અમારા દીકરા અને દીકરીને ન જોવી પડે.

અમુક પરિસ્થિતિ અને અમુક સંજોગો માણસને કેમ પોતાના રીયલ વર્તનથી ચેન્જ કરી દે છે. કેમ તમે બીજાના કારણે પોતાનું સાચું વર્તન કરી નથી શકતા. કેમ પોતાના મનને વધારે ડર આપો છો. કેમ તે ડરને સામનો કરવાની શક્તિ નથી આપી શકતા..?

Image Source

આજનો મારો ટોપીક છે દીકરી અને વહુમાં ફર્ક શું…???

દુનિયા બદલાઇ છે સમાજ બદલાયો છે. દુનિયામાં અમુક એટલા સારા લોકો છે જે ક્યારેય પણ પોતાની દીકરી અને વહુ ફર્ક નથી સમજતા. અને તે લોકો પોતાનું જીવન ખુશીઓથી, આનંદથી જીવે છે. એમ જ નવી ચાલતી જનરેશનને એક્સેપ્ટ કરવાની ભાવના પણ ધરાવે છે. પરંતુ આ અમુક પૂરતુ જ સીમિત છે.

Image Source

દરેક મા-બાપ માટે પોતાની દીકરી લાડકવાયી હોય છે. એટલે એનો ઉછેર પણ લાડકવાઇ થાય છે. જ્યારે સ્કૂલમાં ભણતી હોય ત્યારે, મમ્મી ઘરનું કઈ જ કામ ના બતાવે. બેટા તારી ભણવાની ઉંમર છે તું ભણ. જ્યારે કોલેજમાં ભણતી થાય અથવા તો જોબ કરતી થાય, ત્યારે તેના પપ્પા તરત જ બોલી ઊઠે બેટા થાકી ગઈ હશે તુ આરામ કર. મમ્મી ગમે તેટલી એટલે બૂમો પાડે કે આ કામ કર, પપ્પા તરત બોલી ઊઠે હમણાં જ આવી છે મારી દીકરીને આરામ કરવા દે…

એેવામાંને એવામાં દીકરીનું સ્ટડી પૂરુ થઈ જાય છે જોબ ચાલુ થઈ જાય છે અને લગ્નની વાતો શરૂ થઈ જાય છે. સારું ઘર મળતાં મા-બાપ તેને પરણાવી દે છે.

Image Source

હવે તે દીકરીમાંથી વહુ બની ગઈ છે. હવે તેનામાં પરિવર્તન થયું એટલા માટે તેનામાં ફરક જોવાનો ચાલુ થયો…

ફર્ક માત્ર એટલો જ કે તે કોઈના ઘરની વહુ છે પત્ની છે.

વહુ બનતાં જ તેના માથામાં બોજ અને જિમ્મેદારી આપવામાં આવે છે. લગ્ન પછી સાસુ-સસરા તરત જ બોલી ઉઠશે વહુ બેટા હવે ઘરની બધી જ જિમ્મેદારી તારે નિભાવવાની છે.

Image Source

ખાલી એટલું તો સમજો. જે વ્યક્તિ પોતાનું ઘર છોડીને આવી છે તે વ્યક્તિને જિમ્મેદારી આપતા પહેલા પોતાની બનાવવાનો પ્રયાસ કરો. તેને પ્રેમથી પોતાના ઘરની રીતભાત શીખવાડો. વાતવાતમાં ટોન્ટ અને મહેણા તાણા મારવાની બદલે એની એક-બે ભૂલને લેટ ગો કરવાની ભાવના ધરાવો. તેની નાની-નાની વસ્તુઓ નોટિસ કરવાની બદલે ઇગ્નોર કરો કરો. અને પણ ખબર પડશે કે તેની આ ભૂલ હોવા છતાં પણ સામેવાળી વ્યક્તિએ તેને કઈ પણ નથી કર્યું તો નેક્સ્ટ ટાઈમ એ ભૂલ નહીં કરે. તેની ભૂલને વારંવાર કહીને બતાવશો તો તે ફરી ભૂલ કરશે. તેના મગજમાં એક જ ડર રહેશે કે હું આ કરીશ તો સામેવાળો વ્યક્તિ મને બોલશે. તેના મનમાં ડરની ભાવના નહીં પરંતુ પ્રેમની ભાવના વિકસાવો. તેને ડર નહિ પ્રેમ આપો. અને તેને એ ફીલ કરાવો કે તે ભલે પોતાના મા-બાપને ભૂલીને આવી છે પરંતુ તેના સાસુ-સસરા નહીં પરંતુ તેના બીજા મા-બાપના ઘરે આવી છે.

લોકો વેકેશન પર જાય છે તો પણ પોતાનું ઘર યાદ આવી જાય છે. તેવામાં એક દીકરી પૂરી જિંદગી પોતાનું ઘર છોડીને આવી છે. તેને એડજસ્ટ થવામાં થોડો સમય લાગે ને. આવામાં તમારી દીકરી હોય તો તમે શું કરો..?

Image Source

દીકરી સવારે સવારે લેટ ઉઠે તો ચાલી જાય. પરતું વહુ કોઈવાર લેટ ઉઠે ત્યારે તરત જ બોલી ઊઠે કે અમારા ઘરના સંસ્કાર આવા નથી. અમે તો તમારી ઉંમરના હતા ત્યારે પાંચ વાગ્યે ઊઠી જતા. જ્યારે કોઈ દીકરી પોતાના મા-બાપની ભૂલ પર કંઈક કહે ત્યારે લોકો એવું કહે કે પોતાની દીકરી મા-બાપને સમજાવે છે. પરંતુ જ્યારે જ આ જ વસ્તુ વહુ સાસુ-સસરાને કેસે તો લોકો તરત જ બોલી ઊઠશે કે વહુ સામે બોલે છે સંસ્કાર નથી.

જ્યારે કોઈ દીકરી ખાવાનું બનાવે અને મીઠું વધારે પડે તો મા-બાપ તરત જ બોલી ઉઠતા કંઈ નહિ બેટા આવું થાય હવે ધ્યાન રાખજે. પરંતુ જો આ જ ભૂલ વહુથી થાય તો તરત જ બોલી ઉઠતા આટલું નથી આવડતું જમવાનું બનાવતા.

Image Source

દીકરી જો જોબ કરતી હોય તો તરત જ મા-બાપ આવીને બોલે બેટા આરામ કર તું. પરંતુ જો વહુ જોબ કરીને ઘરે આવે અને આરામ કરે તરત જ બોલી ઊઠે ઘરનુ કામ કોણ કરશે.

દીકરી એટલે કે તેની નાની નાની ભૂલો માફ કરવાની.
વહુ એટલે તેની નાની નાની ભૂલો કાઢવાની…

અમુક લોકો એવું કહેતા હોય છે કે અમે તો સારા છે મારી વહુને બધી જ છૂટ આપી છે પરંતુ તે જ અમારી સાથે ખરાબ બીહેવ કરે છે.

Image Source

તેના માટે વહુઓ જેવા તમારા મા-બાપ છે તેવા જ આ મા-બાપ તમારા પણ છે. બોલે એ તમારા મા બાપ જેવા ન હોય પરંતુ તેમને પણ થોડો સમય આપો. સહકાર આપો…

જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરમાં નવું આયુ હોય ત્યારે તેને સમય આપો. તેને એડજસ્ટ થવાનો સમય આપો. સહકાર આપો. બધી માન્યતા, અપેક્ષાને થોડા સમય માટે ત્યાગ કરીને એક દીકરી ઘરમાં આવી છે. તેની ખુશીઓ મનાવો…

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.