ખબર ખેલ જગત

જતા-જતા દરેકને રોવડાવી ગયા યુવરાજ સિંહ, દીકરાના સંન્યાસ પર ધ્રુસકે ધ્રુસકે રોઈ માં શબનમ – તસવીરો જુવો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 વર્ષ વિતાવ્યા પછી ભારતીય ક્રિકેટના સૌથી બેસ્ટ ખેલાડીઓમાંના એક યુવરાજ સિંહે સોમવારના રોજ ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે.યુવરાજ સિંહને ક્રિકેટમાં સિક્સર કિંગની સાથે સાથે કૈંસર વિજેતાના સ્વરૂપે પણ યાદ કરવામાં આવશે.

Image Source

યુવરાજ સિંહ હવે ક્યારેય પણ બ્લુ જર્સીમાં જોવા નહિ મળે. મુંબઈમાં ઈન્ટરનેશલ ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કર્યા પછી તેણે મીડિયા સાથે પણ વાત-ચિત કરી હતી. 37 વર્ષના યુવરાજ સિંહ આ દરમિયાન ખુબ જ ભાવુક નજરમાં આવ્યા હતા.મીડિયા સાથે વાત-ચીત દરમિયાન યુવરાજ સિંહે પોતાના મનની વાતનો ખુલાસો કરી દીધો.

Image Source

ભારતીય ટિમ સાથે બે વાર વિશ્વકપ જીતનારા (2007 ટી-20 અને 2011 વન ડે) યુવરાજ સિંહે અહીં આયોજિત સંમેલનમાં ભાવનાત્મક સ્પીચમાં કહ્યું કે,”હું કહી નથી શકતો કે ક્રિકેટે મને શું શું અને કેટલું આપ્યું છે.હું એ જણાવવા માંગુ છું કે મારી પાસે આજે જે કાઈપણ છે, ક્રિકેટે જ આપ્યું છે.ક્રિકેટ જ એ કારણ છે,જેને લીધે હું આજે અહીં બેઠો છું. આ દરમિયાન તેની આંખો પણ ઉભરાઈ આવી હતી.આ મૌકા દરમિયાન તેનો પૂરો પરિવાર પણ તેની સાથે હતો.

Image Source

યુવરાજે કહ્યું કે,”2011 માં વિશ્વકપ જીત્યો,ચાર વાર મૈન ઓફ દ મૈચ અને મૈન ઓફ દ ટુર્નામેન્ટ બનવું મારા માટે કોઈ સપનાના સાચા થાવા સમાન હતું.તેના પછી મને ખબર પડી કે હું કેન્સર જેવી બીમારીથી પીડિત છું, જ્યારે હું મારા કેરિયરના ટોન્સ પર હતો ત્યારે આ બધું થઇ ગયું”.

Image Source

”આ દરમિયાન મારા પરિવાર અને મારા મિત્રોએ મારો ખુબ સાથ આપ્યો હતો.હું તેઓને આપેલા સહિયોગને શબ્દોમાં વર્ણવી નહિ શકું.બીસીસીઆઈ અને તેના અધ્યક્ષ એન.શ્રીનિવાસે મારા ઈલાજ માટે ખુબ સહિયોગ આપ્યો હતો”.યુવરાજે કૈંસર પર વિજય મેળવીને ભારતીય ટીમમાં કમબેક કર્યુ અને 2014 ટી-20 વિશ્વકપ માં રમ્યા હતા.યુવરાજે વિશ્વ કપ ફાઇનલમાં શ્રીલંકાના વિરુદ્ધ 21 બોલ પર 11 રન બનાવ્યા અને તેના પછી તેનું કેરિયર ટોચ પર પહોંચી ગયું. વર્ષ 2016 માં પણ તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમ્યા હતા, પણ તેનું ખરાબ પરફોર્મેન્સ અને ફિટનેસને લીધે તેના કેરિયેરમાં ઉતરાણ આવવા લાગ્યું.

Image Source

પોતાની સ્પીચમાં યુવરાજે આ શાનદાર સફર માટે ખાસ કરીને પોતાની માં નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે,”હું મારા પરિવાર ખાસ કરીને મારી માં નો આભાર વ્યક્ત કરવા માગું છું, જે મારી સાથે અહીં ઉપસ્થિત છે.મારી માં હંમેશા મારા માટે શક્તિનો સ્ત્રોત રહી છે અને તેણે મને બેવાર જન્મ આપ્યો છે”.પુરી સ્પીચના દરમિયાન યુવરાજ સિંહ ની માં શબનમ સિંહ ખુબ જ ભાવુક દેખાઈ હતી, અને યુવરાજની આવી સ્પીચ પછી તેની આંખો પણ અશ્રુભીની થઇ ગઈ હતી.

Image Source

સ્પીચના અંતમાં યુવરાજે પોતાની પત્ની હેજલ કીચનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે,”મારી પત્નીએ પણ મારા કઠિન સમયમાં મારો ખુબ જ સાથ આપ્યો હતો.દરેક પરિસ્થિતિમાં તે હંમેશા મારી સાથે ઉભી હતી”.મારા મિત્રો જે મારા લીધે બીમાર પડી જાતા હતા, છતાં પણ તેઓ હંમેશા મારી સાથે મક્કમ બનીને ઉભા રહ્યા હતા”.

Image Source

યુવરાજ સિંહ પોતાને ખુબ જ ભાગ્યવાન માને છે કેમ કે ભારત માટે તેને 400 થી વધારે આંતરરાષ્ટ્રીય મૈચ રમવાનો મૌકો મળ્યો.યુવરાજે કહ્યું કે,”આ સફરના દરમિયાન મને 2002 માં નેટવૅસ્ટ ટ્રોફી ફાઇનલની પારી,2004 માં લાહૌર માં પહેલી ટેસ્ટ શતક,2007 માં ઇંગ્લૈન્ડમાં વન-ડે સિરીઝ,2007 માં ટી-20 વિશ્વ કપમાં એક ઓવર માં છ છક્કા અને 2011 વિશ્વ કપ જીતવું હું ક્યારેય પણ નહિ ભૂલું”.

Image Source

પોતાની ફેરવેલ સ્પીચના અંતે યુવરાજ સિંહે પોતાના પિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.પિતાને યાદ કરતા યુવરાજે કહ્યું કે,”હું જે જે લોકોને પ્રેમ કરું છું,તે બધા આજે મારી સાથે છે, માત્ર મારા પિતા જ નથી.માટે મારા હિસાબે આ આગળ વધવા માટેનો સૌથી સારો સમય છે”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks