ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટાન અને વિકેટકીપર, મહેન્દ્ર સિંહ ધોનીએ તેની દીકરી જીવા, પત્ની સાક્ષી અને ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો સાથે પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. ધોનીની જન્મ દિવસ ઉજવતો એક વિડીયો પણ સામે આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. આ વિડીયોમાં ધોની પોતાની દીકરી સાથે કેક કાપતો જોવા મળે છે. તેમની સાથે ઇન્ડિયન ક્રિકેટ ટીમના તેમના સાથી પણ ત્યાં હાજર હતા.
#HappyBirthdayMSDhoni 🎂💐💐 pic.twitter.com/dWbrQde2cL
— BCCI (@BCCI) July 7, 2019
ધોનીએ કેક કાપીને પહેલા દીકરી ઝિવાને અને પછી પત્ની સાક્ષીને ખવડાવી હતી. તે પછી ધોનીએ પૂછ્યું કે “કોને કોને કેક ખાવી છે? કેક હું કાપીને આપું.” આ વાત પર એક સાથીએ કેદાર જાધવને કહ્યું કે કેક તો મોઢા પર લગાવ. તે પછી બધા જ ખેલાડી કેક લેવા આવ્યા. પછી વિરાટના કહેવા પર ચહલે ધોનીને કેક લગાવી.
7 જુલાઈ 1981ના ઝારખંડના રાંચીમાં ધોનીનો જન્મ થયો હતો. તેમને પોતાનો 38મો જન્મદિવસ ઈંગ્લેન્ડમાં ઉજવ્યો હતો. આ ખાસ સમયે ધોનીની પત્ની સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર જન્મ દિવસની ઉજવણીનો વિડીયો અને ફોટાઓ શેર કર્યા છે.
View this post on Instagram
એમ એસ ધોનીને દુનિયાભરમાંથી જન્મદિવસની શુભકામનાઓ મળી હતી, બીસીસીઆઈ અને આઈસીસીએ પણ ધોનીને શુભકામનાઓ પાઠવી હતી. બીસીસીઆઈએ ટ્વીટર પોસ્ટ કરતા લખ્યું હતું કે “ચાર વિશ્વ કપ, ચાર અલગ અલગ લુક. તમને કયો લુક વધારે પસંદ છે? એક ફોટો પસંદ કરો. હેપી બર્થડે ધોની.”
4 World Cups 🏆🏆🏆🏆
4 Different Looks 😎😎
Which one do you like the most? Take a pick #HappyBirthdayDhoni 🎂🎂 #TeamIndia pic.twitter.com/74F7tCpfBw— BCCI (@BCCI) July 6, 2019
ધોનીને ભારતીય ટીમના સફળ કેપ્ટનમથી એક ગણવામાં આવે છે. તેમને નેતૃત્વમાં ઇન્ડિયન ટીમ 27 ટેસ્ટ, 110 એક દિવસીય મેચ અને 41 ટી20 મેચ જીતી છે. ધોનીના નેતૃત્વ હેઠળ ટિમ 2007માં ટી20 અને 2011માં આઈસીસી એક દિવસીય મેચમાં વિશ્વ કપ જીતી હતી. ધોનીએ ટીમને વર્ષ 2013માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીતાવી હતી. તેમને ટેસ્ટ અને એક દિવસીય મેચમાં ભારતીય ટીમને પહેલું સ્થાન અપાવ્યું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks